એમેઝોન ઈન્ડિયાએ એમેઝોન પ્રાઈમ મેમ્બરશિપ માટે માસિક નવો પ્લાન લોન્ચ કર્યો છે. નવી સ્કીમ મુજબ, નોન પ્રાઈમ સબ્સક્રાઈબર્સ માત્ર 129 રૂપિયામાં 1 મહિના માટે પ્રાઈમ સુવિધાઓનો લાભ ઉઠાવી શકે છે. અત્યાર સુધી આ મેમ્બરશિપની વાર્ષિક ફી રૂપિયા 999 રૂપિયા હતી. સબ્સ્ક્રાઇબ થવા માટે સબ્સક્રાઈબર્સ તેની ફીની ચુકવણી ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડથી કરી શકે છે. આ મેમ્બરશિપ એક મહિના બાદ આપોઆપ રિન્યૂ થઈ જશે. જો સબસ્ક્રાઈબર ઈચ્છે તો એક મહિના બાદ મેમ્બરશિપ છોડી શકે છે.
આ પ્રાઈમ મેમ્બરશિપનો ફાયદોએ છે કે એમેઝોન પર જે શોપિંગ કરવામાં આવશે તેનો કોઈ ડિલિવરી ચાર્જ આપવો પડશે નહિ અને સામાનની ડિલિવરી પણ ઝડપી થશે. ઉપરાંત પ્રાઈમ મેમ્બર માટે ખાસ ઓફર્સ પણ આપવામાં આવે છે. પ્રાઈમ વીડિયો પર જઈને ફ્રીમાં ફિલ્મો, ટીવી શો જોઈ શકાય છે.
ઉલ્લેખનીય છે કે એમેઝોન પ્રાઈમ સર્વિસની શરૂઆત ભારતમાં જુલાઈ 2016માં કરી હતી અને ત્યારે વર્ષના સબ્સક્રિપ્શનની ફી 499 રૂપિયા હતી. પછીથી કંપનીએ એમેઝોન પ્રાઈમ વીડિયોને પણ જોડ્યું. એક વર્ષમાં મોટી સંખ્યામાં યૂઝર્સ જોડાયા બાદ કંપનીએ પ્રાઈમ મેમ્બરશિપની ફી વધારીને 999 રૂપિયા કરી દીધી હતી