ગૂગલ હવે સ્માર્ટ સ્પીકર બજારમાં એન્ટ્રી કરવાનું છે. કંપનીએ ભારતમાં ગૂગલ હોમ અને ગૂગલ મિની સ્માર્ટ સ્પીકર લોન્ચ કરી દીધા છે. ગૂગલ હોમની કિંમત 9999 રૂપિયા રાખવામાં આવી છે. ગૂગલ મિનીની કિંમત 4999 રાખી છે. આ સ્માર્ટ સ્પીકર એક્સ્લુઝીવલી ઇ-કોમર્સ સાઇટ ફ્લિપકાર્ટ માટે જ ઉપલબ્ધ હશે. ગૂગલ હોમ અને ગૂગલ મિની ઇ-મેઇલ વાંચવા, ટ્રાફિક અપડેટ બનાવવા સહિત ઘણા બીજા કામ પણ કરશે.
એમેઝોન ઇકોને આપશે ટક્કર
ગૂગલના આ સ્માર્ટ સ્પીકર એમેઝોન ઇકો, એમેઝોન ઇકો પ્લસ અને એમેઝોન ડોટને ટક્કર આપશે. આ ત્રણેયની કિંમત અનુક્રમે 9999, 14999, 4499 રૂપિયા છે. ગૂગલનો ગૂગલ હોમ મેક્સ, એમેઝોન ઇકો પ્લસને ટક્કર આપી રહ્યું છે, પરંતુ આ પ્રોડક્ટને લઇને કંપનીએ ભારતમાં કોઇ જ ખુલાસો નથી કર્યો. ગૂગલની પ્રોડક્ટ ફ્લિપકાર્ટ પર જ અવેલેબલ હશે પરંતુ ગૂગલ હોમ અને ગૂગલ મિની ઓફલાઇન પણ ઉપલબ્ધ હશે.
- ગૂગલ હોમ અને ગૂગલ મિનીની કમ્પેરિઝન માઇક્રોસોફ્ટ કોટાર્ના, એપલ સિરી અને એમેઝોન એલેક્સા સાથે છે.
- સ્પેસિફિકેશન બાબતે ગૂગલના પ્રોડક્ટ 11b/g/n/ac (2.4GHz/5Ghz)વાઇફાઇ ડ્યુઅલ બેંડને સપોર્ટ કરે છે. આ ડિવાઇઝ એપલ અને એન્ડ્રોઇડ બંનેમાં સપોર્ટ કરશે.
હવે ગૂગલના પ્રોડક્ટ એપલ, માઇક્રોસોફ્ટ અને એમેઝોનને ટક્કર આપે છે કે કેમ તે સમય સાથે જ ખબર પડશે.