અખિલેશ યાદવ પર ફરી અમરસિંહના તીવ્ર પ્રહાર

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

નવીદિલ્હી: સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવની આજે ફરી એકવાર અમરસિંહે જોરદાર ઝાટકણી કાઢી હતી. રાજ્યસભા સાંસદ અમરસિંહે ફરી એકવાર પોતાના ભત્રીજા અને સપાના અધ્યક્ષ અખિલેશ ઉપર તીખા પ્રહારો કર્યા હતા.

અમરસિંહે કહ્યું હતું કે, જો અખિલેશ પોતાના બાળપણથી લઇને યુવાની સુધી જોશે તો તેમને માત્ર અમરસિંહ જ નજરે પડશે. તેમના ભુત સપા વડાને હેરાન ન કરે તેમ તેઓ ઇચ્છે છે. અમરસિંહે ટ્વિટ કરીને કહ્યું હતું કે, જો વડાપ્રધાન તેમની પ્રશંસા કરી રહ્યા છે તો અખિલેશના પેટમાં પીડા કેમ થઇ રહી છે.

અખિલેશે આવનાર એક ન્યુઝ ચેનલને આપેલી મુલાકાતમાં કહ્યું હતું કે, સમાજવાદી પાર્ટીમાં અમરસિંહ પરત આવી શકે છે પરંતુ તેઓ આજકાલ વડાપ્રધાનની સાથે છે અને તેમનો સાથ છોડશે નહીં. વડાપ્રધાનને વિદેશમાં કાળા નાણા જોઇતા હતા, પરંતુ સાડા ચાર વર્ષમાં કાળા નાણા તો આવ્યા નથી પરંતુ અમરસિંહને ઉપયોગીતાને સમજવામાં આવે તે જરૂરી છે.

અમરસિંહે કહ્યું છે કે, અખિલેશને તેઓ બાળપણથી જાણે છે. કન્નોઝમાંથી ટિકિટ અને પ્રથમ વખત સપાના અધ્યક્ષ બનાવવા સુધીના માર્ગમાં તેમની ભૂમિકા રહેલી છે. અમરસિંહે બોલીવુડની ફિલ્મ પગલા કહીં કા ગીતથી અખિલેશ પર પ્રહાર કર્યા હતા.

 

Share This Article