અમરનાથની યાત્રા એ દરેક હિંદુ માટે ખૂબ મહત્વની યાત્રા હોય છે. ધર્મની અંદર નફરતને સ્થાન નથી હોતુ પરંતુ અમરનાથ યાત્રા દરમિયાન યાત્રાળુઓને મારીને અમુક દેશ ભારત સાથે બદલો લેવાનો પ્રયત્ન કરતા હોય છે. જે યોગ્ય નથી, અમરનાથ યાત્રા ઘન સુરક્ષા સાથે ભગવતી આધાર શિબીરથી રવાના થઇ ગઇ છે. આ યાત્રામાં 1904 શ્રદ્ધાળું છે. જેમાં 1554 પુરુષ, 320 મહિલાઓ અને 20 બાળકો છે. આતંકી હુમલો ના થાય તે માટે સુરક્ષા વધારી દેવામાં આવી છે.
ગયા વર્ષે અમરનાથ યાત્રાળુઓ પર હુમલો થયો હતો. જેને ધ્યાનમાં રાખીને આ વખતની યાત્રામાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. નવા સુરક્ષા નિયમો અનુસાર જે યાત્રાની બસ હશે તેના પર આર.એફ.આઇ.ડી ટેગ લગાવવામાં આવશે. જેના દ્વારા ખબર પડશે કે કેટલી ગાડીઓ છે અને કેટલા સમયાંતરે છે. કોઇ ગાડી બીજા રસ્તે તો નથી જતી રહી ને તે પણ ખ્યાલ આવશે.
અમરનાથ યાત્રાનું અલગ જ મહત્વ છે. જેના માટે શ્રદ્ધાળુ આખુ વર્ષ રાહ જોઇને બેઠા હોય છે. આતંકના ખૌફ વચ્ચે પણ પ્રભુના દર્શને જતા શ્રદ્ધાળુઓની સુરક્ષા વધારી દેવામાં આવી છે.