શ્રીનગરઃ અમરનાથ યાત્રા શાંતિપૂર્ણ રીતે અને ભારે ઉત્સાહ વચ્ચે જારી રહી છે. આજે સવારે સઘન સુરક્ષા વચ્ચે શ્રદ્ધાળુઓની નવી ટુકડી રવાના કરવામાં આવી હતી. આ વખતે રક્ષા બંધન સુધી અમરનાથ શ્રદ્ધાળુઓનો આંકડો ત્રણ લાખ સુધી પહોંચી શકે છે. યાત્રાને લઇને તમામ તૈયારી ભગવતીનગર યાત્રી બેઝ કેમ્પ અને અન્ય કેમ્પ ખાતે રાખવામાં આવી છે. શ્રદ્ધાળુઓમાં અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ હજુ પણ પહોંચી રહ્યા છે.
દર્શન કરનાર શ્રદ્ધાળુઓનો આંકડો સતત વધી રહ્યો છે. ૨૮મી જૂનના દિવસે અમરનાથયાત્રા શરૂ થયા બાદથી હજુ સુધી ૨૭૫૧૨૫થી વધુ શ્રદ્ધાળુઓ પવિત્ર ગુફામાં સ્થિત કુદરતી રીતે બનતા શિવલીંગના દર્શન કરી ચુક્યા છે. આ અમરનાથ યાત્રા ૨૬મી ઓગસ્ટના દિવસે રક્ષાબંધનના દિવસે પૂર્ણ થનાર છે. લાખો શ્રદ્ધાળુઓ પહેલાથી દર્શન કરી ચુક્યા છે અને હજુ લાખો શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે ઉત્સુક બનેલા છે.
જુદા જુદા કાફલામાં શ્રદ્ધાળુઓને રવાના કરવામાં આવી રહ્યા છે. તમામ ખરાબ સંજાગો હોવા છતાં ભારે ઉત્સાહ છે.હાલમાં અમરનાથ ગુફા તરફ દોરી જતાં બાલતાલ માર્ગ ઉપર ભારે વરસાદના લીધે હાલત કફોડી બની હતી. ૩૦મી જૂનના દિવસે દિવસ દરમિયાન યાત્રાને રોકવામાં આવી હતી. આજે સવારે સઘન સુરક્ષા વચ્ચે નવો જથ્થો રવાના કરવામાં આવ્યો હતો. અમરનાથ યાત્રામાં હજુ સુધી ૨.૭૫ લાખ શ્રદ્ધાળુઓ દ્વારા દર્શન કરવામાં આવ્યા છે.
બીજી બાજુ હજ પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે ઉત્સુક બનેલા છે. બાલતાલ અને પહેલગામ બેઝ કેમ્પમાં પહેલાથી જ રહેલા શ્રદ્ધાળુઓને રવાના કરવામાં આવ્યા છે. અમરનાથ ગુફા તરફ દોરી જતાં બાલતાલ માર્ગ ઉપર ભારે વરસાદના લીધે હાલત કફોડી બનેલી છે. અલગતાવાદીઓના બંધના પરિણામ સ્વરૂપે વહીવટીતંત્રએ પગલાંરૂપે રવિવારે અમરનાથ યાત્રાને બે દિવસ માટે રદ કરવાનો નિર્ણય કર્યો હતો.