શ્રીનગર : ખરાબ હવામાનના કારણે એક દિવસ સુધી અમરનાથ યાત્રા બંધ રહ્યા બાદ આજે ફરી એકવાર યાત્રા શરૂ કરવામાં આવી હતી. પવિત્ર ગુફામાં બાબા બફાર્નિના દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓનો નવો કાફલો રવાના કરવામાં આવ્યો હતો. સુત્રોએ માહિતી આપતા કહ્યુ છે કે ભગવતીનગર યાત્રી નિવાસ ખાતેથી ૩૯૨૬ શ્રદ્ધાળુઓની નવી ટુકડી રવાના કરવામાં આવી હતી. જે પૈકી બલતાલ માટે ૧૬૦૮ શ્રદ્ધાળુઓનો કાફલો રવાના કરવામાં આવ્યો હતો. જ્યારે પહેલગામ માટે ૨૩૧૮ શ્રદ્ધાળુઓ રવાના થયા હતા.આ વખતે યાત્રાના આધાર કેમ્પ ખાતે એફએમ રેડિયો સ્થાપિત કરવામાં આવ્યો છે જેના કારણે હવામાન અંગેની માહિતી પણ મળી શકશે. અમરનાથ યાત્રા રુટ ખુબ જ જટિલ છે.
કેટલીક જગ્યાએ ઓક્સિજનની કમી હોવાના કારણે યાત્રીઓ એટેકના શિકાર થાય છે. યાત્રા માટે આરોગ્ય પ્રમાણપત્ર જરૂરી હોવા છતાં દર વર્ષે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓના મોત થયા છે. હવામાનની અનુકુળતા અને પવિત્ર ગુફામાં બાબા બર્ફાની વિરાજમાન હોવાના કારણે શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ છે.આ વખતે અનેક સ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. આશરે ૪૦ હજાર સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.આજે સવારે શ્રદ્ધાળુઓની નવી ટીમ રવાના કરવામાં આવી હતી. પહેલી જુલાઇના દિવસે અમરનાથ યાત્રા શરૂ કરવામાં આવ્યા બાદ ૩૧૪૫૮૪ શ્રદ્ધાળુઓ દર્શન કરી ચુક્યા છે. બીજી બાજુ હજુ સુધી ૨૬ શ્રદ્ધાળુઓના મોત થઇ ગયા છે.કાશ્મીર હિમાલયમાં દરિયાઇ સપાટી પર સ્થિત પવિત્ર ગુફામાં કુદરતી રીતે બનતા શિવલિંગના દર્શન કરવા માટે ટીમ પહોંચી રહી છે. પવિત્ર ગુફાને ભાગવાન શિવના પ્રતિક તરીકે ગણવામાં આવે છે.
અમરનાથ યાત્રામાં હજુ સુધી કુલ ૨૬ શ્રદ્ધાળુઓના મોત થયા છે. જે પૈકી અકસ્માતમાં બે લોકોના મોત થયા છે. જ્યારે ૨૪ શ્રદ્ધાળુઓના કુદરતી રીતે મોત થયા છે. છેલ્લા ચાર દિવસના ગાળામાં આઠ શ્રદ્ધાળુઓના મોત થયા છે. ૩૦ શ્રદ્ધાળુ યાત્રા માર્ગ ઉપર પથ્થરો પડવાના કારણે ઘાયલ થયા છે.આંકડા પર નજર કરવામા આવે તો આ વર્ષે હજુ સુધી માત્ર બે ત્રાસવાદી હુમલા થયા છે. વર્ષ ૨૦૧૮માં આશરે ૧૦૦ ત્રાસવાદી બનાવો બન્યા હતા. જ્યારે વર્ષ ૨૦૧૭માં યાત્રા દરમિયાન ૩૬ આવા બનાવો બન્યા હતા. પહેલી જુલાઇના દિવસે યાત્રા શરૂ કરવામાં આવ્યા બાદથી આ વખતે અનેક સ્તરીય સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી છે. વર્ષ ૨૦૧૮માં કેન્દ્ર સરકાર દ્વારા ૧૦૦ ત્રાસવાદી બનાવોની નોંધણી કરી હતી. જેમાં ૩૫ ત્રાસવાદીઓ માર્યા ગયા હતા અને સાથે સાથે આઠ નાગરિકોના મોત થયા હતા. આવી જ રીતે વર્ષ ૨૦૧૭માં ૩૬ ત્રાસવાદી બનાવો બન્યા હતા.