અમરનાથ યાત્રા ફરી ખરાબ હવામાન વચ્ચે મુલત્વી કરાઇ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

શ્રીનગર : ખરાબ હવામાન અને વરસાદની સ્થિતી વચ્ચે અમરનાથ યાત્રા દિવસભર માટે આજે મોકુફ કરવામાં આવી હતી. કોઇ પણ શ્રદ્ધાળુ અથવા તો યાત્રી વાહનને આગળ વધવાની આજે મંજુરી આપવામાં આવી ન હતી. આશરે ૩૦૦ કિલોમીટર લાંબા જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય રાજમાર્ગ પર ખરાબ હવામાનના કારણે હાલત કફોડી બનેલી છે. ગઇકાલ બાદથી ૭૦૨૧ શ્રદ્ધાળુઓ દર્શન કરી ચુક્યા છે. પહેલી જુલાઇના દિવસે અમરનાથ યાત્રા શરૂ કરવામાં આવ્યા બાદ ૩૦૮૮૩૯ શ્રદ્ધાળુઓ દર્શન કરી ચુક્યા છે. બીજી બાજુ હજુ સુધી ૨૬ શ્રદ્ધાળુઓના મોત થઇ ગયા છે.કાશ્મીર હિમાલયમાં દરિયાઇ સપાટી પર  સ્થિત પવિત્ર ગુફામાં કુદરતી રીતે બનતા શિવલિંગના દર્શન કરવા માટે ટીમ પહોંચી રહી છે.

પવિત્ર  ગુફાને ભાગવાન શિવના પ્રતિક તરીકે ગણવામાં આવે છે. અમરનાથ યાત્રામાં હજુ સુધી કુલ ૨૬ શ્રદ્ધાળુઓના મોત થયા છે. જે પૈકી અકસ્માતમાં બે લોકોના મોત થયા છે. જ્યારે ૨૪ શ્રદ્ધાળુઓના કુદરતી રીતે મોત થયા છે. છેલ્લા ચાર દિવસના ગાળામાં  આઠ  શ્રદ્ધાળુઓના મોત થયા છે. ૩૦ શ્રદ્ધાળુ યાત્રા માર્ગ ઉપર પથ્થરો પડવાના કારણે ઘાયલ થયા છે. આ વખતે યાત્રાના આધાર કેમ્પ ખાતે એફએમ રેડિયો સ્થાપિત કરવામાં આવ્યો છે જેના કારણે હવામાન અંગેની માહિતી પણ મળી શકશે. અમરનાથ યાત્રા રુટ ખુબ જ જટિલ છે. કેટલીક જગ્યાએ ઓક્સિજનની કમી હોવાના કારણે યાત્રીઓ એટેકના શિકાર થાય છે. યાત્રા માટે આરોગ્ય પ્રમાણપત્ર જરૂરી હોવા છતાં દર વર્ષે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓના મોત થયા છે.

હવામાનની અનુકુળતા અને પવિત્ર ગુફામાં બાબા બર્ફાની વિરાજમાન હોવાના કારણે શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ છે.આ વખતે અનેક સ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. આશરે ૪૦ હજાર સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.આજે સવારે શ્રદ્ધાળુઓની નવી ટીમ રવાના કરવામાં આવી હતી.

Share This Article