અમરનાથ યાત્રાના બે રૂટ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અમરનાથ યાત્રાને સફળ બનાવવા માટે તમામ પ્રકારની તૈયારી કરવામાં આવી છે. અમરનાથ યાત્રા બે રૂટ પરથી ચાલનાર છે. બંને રૂટ પર તમામ સુરક્ષા પાસાને Îયાનમાં લેવામાં આવ્યા છે. પવિત્ર અમરનાથ યાત્રા માટે એટલી સુરક્ષા રાખવામાં આવી છે કે કોઇ તક કોઇને યાત્રા ખોરવી નાંખવા માટે મળશે નહીં. આ વખતે પાંચ સ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. ૪૦ હજાર સુરક્ષા જવાનો ફરજ બજાવશે. જેહાદી તત્વો અને અસામાજિક તત્વોને દુર દુર સુધી પણ રહેવાની તક મળશે નહીં. ડ્રોન મારફતે પણ નજર રાખવામા આવનાર છે. શ્રદ્ધાળુને કોઇ પણ પ્રકારની તકલીફ ન થાય તેની ખાતરી કરવામાં આવી રહી છે. શ્રદ્ધાળુઓ પહેલગામથી અથવા તો શ્રીનગરથી ચાલતા પણ જઇ શકે છે. મોડેથી યાત્રા પાંચ દિવસનો સમય લઇ લે છે.

રાજ્ય માર્ગ પરિવહન નિગમ અને પ્રાઇવેટ ટ્રાન્સપોર્ટ ઓપરેટર્સ  દ્વારા જમ્મુથી પહેલગામ અને બાલતાલ સુધી નિયમિત સેવા આપે છે. જમ્મુ કાશ્મીરમાંથી ખાનગી રીતે ટેક્સ પણ ઉપલબ્ધ થઇ શકે છે. ટુંકો નોર્થન માર્ગ માત્ર ૧૬ કિલોમીટરનો છે. પરંતુ તે જટિલ ખુબ છે. આ રસ્તા પર જવાની બાબત ખુબ મુશ્કેલરૂપ છે. તે બાલતાલથી શરૂ થયા છે. ત્યારબાદ ડોમેલ, બારારી અને સંગમ મારફતે પસાર થઇને ગુફા સુધી પહોંચી જાય છે. નોર્થન રૂટ અમરનાથ વેલી રૂટ છે.

આ તમામ રૂટ પરથી નદી અમરાવતી  જે ચેનાવ નદીની પેટા નદી છે તેને જાઇ શકાય છે. આ નદી મુળભુત રીતે અમરનાથ ગ્લેશિયરમાંથી નિકળે છે. અમરનાથ યાત્રામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ તેમની નોંધણી કરાવી ચુક્યા છે. બાબા બર્ફાનીના દર્શન કરવા માટે તમામ શ્રદ્ધાળુઓ ભારે ઉત્સાહિત દેખાઇ રહ્યા છે. શ્રદ્ધાળુઓની સંખ્યા મામલે રેકોર્ડ તુટી શકે છે.

Share This Article