નવીદિલ્હી : શ્રદ્ધાળુઓમાં જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી છે તે વાર્ષિક અમરનાથ યાત્રાને લઇને તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આ વખતે અમરનાથ યાત્રા દરમિયાન અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી રહી છે. સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ, સેનાના વડા બિપીન રાવત સહિતના તમામ લોકો યાત્રીઓની સુરક્ષાને લઇને ખુબ જ ગંભીર દેખાઈ રહ્યા છે. અમરનાથ યાત્રા દરમિયાન કોઇપણ બનાવ ન બને તે માટે પુરતા પગલા લેવામાં આવી રહ્યા છે. આ વખતે યાત્રાના રુટ ઉપર અર્ધલશ્કરી દળોની ૨૦૧૩થી વધુ વધારાની કંપનીઓ તૈનાત કરવામાં આવનાર છે.
યાત્રાની શરૂઆત પહેલા જ સુરક્ષા પાસાઆ ઉપર જાણકારી મેળવવામાં કેન્દ્ર સરકાર વ્યસ્ત છે. દક્ષિણ કાશ્મીરમાં પહેલગામ પણ યાત્રાના બેઝકેમ્પ તરીકે છે. તમામ સુરક્ષા પાસાઓની ચકાસણી કરવામાં આવી રહી છે. આ વખતે અમરનાથ યાત્રા દરમિયાન કોઇ પણ બનાવ ન બની શકે તે માટે પુરતા પગલા લેવામાં આવી રહ્યા છે. અર્ધલશ્કરી દળોની ૨૦૧૩ વધારાની કંપનીઓ ગોઠવી દેવામાં આવી છે. જમ્મુથી યાત્રા માર્ગના બે રુટ ઉપર સુરક્ષા મજબૂત રાખવામાં આવશે.
આ બે બેઝકેમ્પમાં સોનમર્ગના બલતાલ કેમ્પ અને પહેલગામમાં નુનવાન બેઝ કેમ્પનો સમાવેશ થાય છે. સરકારે એનએસજી સહિત ખાસ કમાન્ડો પણ પહેલાથી જ ગોઠવી દીધા છે.અમરનાથ યાત્રીઓની સંખ્યામાં પહેલાની સરખામણીમાં વધારો થાય તે માટે આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે ગંભીરરીતે ધ્યાન આપી રહ્યા છે. બે લાખથી વધુ શ્રદ્ધાળુઓ પહેલાથી જ નોંધણી કરાવી ચુક્યા છે.