શ્રીનગર: અમરનાથ યાત્રા શાંતિપૂર્ણ માહોલમાં જારી રહી છે. અમરનાથ યાત્રા શરૂ થયા બાદથી હજુ સુધી કુલ ૨.૫૦ લાખથી વધારે શ્રદ્ધાળુઓ દર્શન કરી ચુક્યા છે. અમરનાથ દર્શન માટે શ્રદ્ધાળુઓના ધસારાને જાતા આંકડો વધીને ત્રણ લાખ સુધી આ વખતે પહોંચી શકે છે. આજે વહેલી સવારે ૭૮૨ શ્રદ્ધાળુઓની નવી ટુકડી રવાના કરવામાં આવી હતી. સઘન સુરક્ષા વચ્ચે આ કાફલો રવાના કરવામાં આવ્યો હતો.
આજે સવારે જુદા જુદા વાહનોમાં શ્રદ્ધાળુઓની આ ટુકડી ખીણ માટે રવાના થઇ હતી.તેમની સાથે પુરતી સંખ્યામાં સુરક્ષા જવાનો પણ રાખવામાં આવ્યા હતા. અમરનાથ શ્રદ્ધાળુઓની સંખ્યા હજુ પણ વધી રહી છે. ૬૦ દિવસ સુધી ચાલનાર આ યાત્રા ૨૮મી જૂનના દિવસે શરૂ થઇ હતી. ગંદરબાલમાં બાલતાલ અને અનંતનાગ જિલ્લામાં પહેલગામના બે રુટ પરથી અમરનાથ યાત્રા ચાલી રહી છે. અમરનાથ યાત્રાના બીજા તબક્કામાં સામાન્ય રીતે શ્રદ્ધાળુઓની સંખ્યામાં ઘટાડો થઇ જાય છે. કારણ કે, બરફના શિવલિંગમાં શિવલિંગ ઓગળવાની શરૂઆત થઇ જાય છે પરંતુ આ વખતે યાત્રા અનેક વખત ખોરવાઈ પડી છે. સત્તાવાળાઓને યાત્રા અનેક વખત મોકૂફ કરવી પડી છે.
હવામાન વિભાગે કહ્યું છે કે, બુધવાર સુધી ખરાબ હવામાનની સ્થિતિ રહી શકે છે.અમરનાથ યાત્રા રક્ષા બંધનના દિવસે એટલે કે ૨૬મી ઓગષ્ટના દિવસે પૂર્ણ થનાર છે. અમરનાથ યાત્રા દરમિયાન આ વખતે ત્રાસવાદીઓ તેમની યોજનામાં સફળ થઇ શક્યા નથી. હજુ સુધી ૨.૫૦ લાખથી વધુ લોકો અમરનાથના દર્શન કરી ચુક્યા છે. અમરનાથમાં કુદરતીરીતે બનતા બરફના શિવલિંગના દર્શન માટે શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જાવા મળી રહ્યો છે. શ્રદ્ધાળુઓના આ કાફલામાં મહિલાઓ અને સાધુ સંતો સામેલ છે. અમરનાથ દર્શન માટે રવાના થયેલી શ્રદ્ધાળુઓની આ ૨૬મી બેંચ હતી. ગયા વર્ષે ૨.૬ લાખ શ્રદ્ધાળુઓ દ્વારા અમરનાથના દર્શન કરવામાં આવ્યા હતા.
અમરનાથ યાત્રામાં સામેલ થનાર શ્રદ્ધાળુઓ માટે સેવામાં રહેલી એક સંસ્થાએ ભવિષ્યમાં અમરનાથ યાત્રાની અવધિને ૩૦ દિવસ સુધી કરવાની રજૂઆત કરી છે. જેના પર ટુંક સમયમાં નિર્ણય લેવામાં આવનાર છે. સંસ્થાનુ કહેવુ છે કે આ ગાળા દરમિયાન ૯૦ ટકાથી વધારે શ્રદ્ધાળુઓ દ્વારા દર્શન કરવામાં આવે છે. શ્રદ્ધાળુઓ ૩૮૮૦ મીટરની ઉંચાઈએ સ્થિત અમરનાથ ગુફામાં કુદરતી રીતે બનતા શિવલિંગના દર્શન કરવા માટે ભારે ઉત્સુક બનેલા છે. અમરનાથ યાત્રામાં સામેલ થનાર શ્રદ્ધાળુઓ માટે સેવામાં રહેલી એક સંસ્થાએ ભવિષ્યમાં અમરનાથ યાત્રાની અવધિને ૩૦ દિવસ સુધી કરવાની રજૂઆત કરી છે. જેના પર ટુંક સમયમાં નિર્ણય લેવામાં આવનાર છે. સંસ્થાનુ કહેવુ છે કે આ ગાળા દરમિયાન ૯૦ ટકાથી વધારે શ્રદ્ધાળુઓ દ્વારા દર્શન કરવામાં આવે છે. શ્રદ્ધાળુઓ ૩૮૮૦ મીટરની ઉંચાઈએ સ્થિત અમરનાથ ગુફામાં કુદરતી રીતે બનતા શિવલિંગના દર્શન કરવા માટે ભારે ઉત્સુક બનેલા છે. અમરનાથ યાત્રા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે તમામ તૈયારી કરવામાં આવી રહી છે.