અમરનાથ શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ : દર્શન કરવા પડાપડી

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

શ્રીનગર : અમરનાથ યાત્રામાં અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગઇકાલે ૧૧૦૦૦થી વધારે શ્રદ્ધાળુઓએ અમરનાથ ગુફામાં દર્શન કર્યા હતા. તે પહેલા પહેલગામ અને બાલટાલ છાવણી માટે જમ્મુ બેઝ કેમ્પથી ૪૮૦૦ શ્રદ્ધાળુઓનો નવો કાફલો રવાના કરવામાં આવ્યો હતો. અમરનાથ યાત્રાના બીજા દિવસે ૧૧૪૫૬ શ્રદ્ધાળુઓ દ્વારા પવિત્ર ગુફામાં શિવલિંગના દર્શન કરવામાં આવ્યા હતા. હજુ સુધી કુલ ૧૯૮૫૯ શ્રદ્ધાળુઓ દર્શન કરી ચુક્યા છે.

હજુ સુધી દોઢ લાખ શ્રદ્ધાળુઓ નોંધણી કરાવી ચુક્યા છે. જમ્મુ કાશ્મીરના પહલગામ બેઝ કેમ્પમાં એક શ્રદ્ધાળુનુ મોત થયુ છે. મેરઠના નિવાસી ૬૫ વર્ષીય કૃષ્ણનુ મોત થયુ છે. શેષનાગમાં અટેકના કારણે તેમનુ મોત થયુ હતુ. શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જાવા મળી રહ્યો છે. લાખો શ્રદ્ધાળુઓ પહેલાથી દર્શન કરી ચુક્યા છે અને હજુ લાખો શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે ઉત્સુક બનેલા છે. જુદા જુદા કાફલામાં શ્રદ્ધાળુઓને રવાના કરવામાં આવી રહ્યા  છે.

દોઢ લાખથી વધુ  શ્રદ્ધાળુઓ પહેલાથી જ નોંધણી કરાવી ચુક્યા છે. બાલતાલ કેમ્પથી ૧૪ કિલોમીટરના અંતરને પાર કરવાની બાબત હમેશા પડકારરુપ રહે છે. તમામ ખરાબ સંજાગો હોવા છતાં ભારે ઉત્સાહ છે. અમરનાથ યાત્રાની શરૂઆત થયા બાદથી સતત  વરસાદ થવાના કારણે યાત્રામાં વારંવાર અડચણો આવી રહી છે. શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે. આજે સવારે સઘન સુરક્ષા વચ્ચે નવો જથ્થો રવાના કરવામાં આવ્યો હતો.

બીજી બાજુ હજુ પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે ઉત્સુક બનેલા છે. બાલતાલ અને પહેલગામ બેઝ કેમ્પમાં પહેલાથી જ રહેલા શ્રદ્ધાળુઓને રવાના કરવામાં આવ્યા છે.. આ વખતે આતંકવાદી હુમલાની દહેશતને ધ્યાનમાં લઇને સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. સુરક્ષા જવાનોને પણ શ્રદ્ધાળુઓની સાથે રખાયા છે.

Share This Article