અલ્ટબાલાજી અને ઝી5 એમ બન્ને ઓટીટી ઉદ્યોગ માંધાતાએ તાજેતરમાં જ પોતાના કન્ટેન્ટ જોડાણની ઘોષણા કરી છે, જેમાં તેઓ 60થી વધુ ઓરિજીનલ્સનું સહ-સર્જન કરશે. આ ઘોષણઆને પગલે ઓટીટી પ્લેટફોર્મેસે બે ઓરિજિનલ્સ કોલ્ડલસ્સીઔર ચિકન મસાલા અને મિશન ઓવર માર્સ (એમ-ઓ-એમ)ના ટ્રેલર પણ લોન્ચ કર્યા છે. આ બેવડા સર્જિત ઓરિજીનલ્સ બન્ને પ્લેટફોર્મ પર ઉપલબ્ધ બનશે, અને તેમની કન્ટેન્ટ લાયબ્રેરીને વધુ ટેકો પૂરો પાડશે. આ બન્ને ટ્રેલર્સ અત્યંત રોમાંચક પ્રેસ કોન્ફરન્સમાં કન્ટેન્ટ ઝરીના એકતા કપૂર અને ઝી5ના પ્રોગ્રામીંગ વડા અપર્ણા આચરેકરની હાજરીમાં લોન્ચ કરવામાં આવ્યા હતા. આ ઘટનામાં ગ્લેમરનો ઉમેરો કરતા દિવ્યાન્કા ત્રિપાઠી, રાજીવ ખંડેલવાલ, મોના સિંઘ, નિધિ સિંઘ અને પલોમી ઘોષ પણ હાજર રહ્યા હતા.
કોલ્ડલસ્સીઔર ચિકન મસાલામાં ભારતીય ટેલિવીઝનના બે મોટા સ્ટાર્સ સૌપ્રથમ વખત, અગાઉ ક્યારે ન જોયા તેવા અવતારમાં એક સાથે આવતા તે મારા માટે ખાસ છે! એમ ઝી5ના પ્રોગ્રામીંગ વડા અપર્ણા આચરેકરે જણાવતા ઉમેર્યું હતું કે “કોલ્ડલસ્સીઔર ચિકન મસાલા અને મિશન ઓવર માર્સ સાથે અમે અલ્ટબાલાજી સાથેની ભાગીદારીને વધુ મજબૂત કરવા તરફનું પગલું ભરીએ છીએ. 2019નું વર્ષ અત્યાર સુધી સારુ રહ્યું છે કેમ કે ચાલુ વર્ષે અમે અમે કેટલીક મોટી સફળતાઓ પ્રાપ્ત કરી છે – જેમ કે ધી પાઇનલ કોલ, અભય, કાફીર, બારોટ હાઉસ અને તેનાથી પણ વધુ. અમે માનીએ છે કે આ બન્ને શો અમારી સફળતાને આગળ ધપાવશે તેમજ આ પ્લેટફોર્મ પર નવા પ્રેક્ષકોને લઇ આવશે. અમે યુવાનોમાં મુવી અને સો માટે ભારે અપટેક જોઇ રહ્યા છીએ જે દેશ માટે ગર્વની ઝાંખી કરાવે છે અને એમ-ઓ-એમ તેમના માટે યોગ્ય શો રહેશે; સુંદર રીતે કહેવામાં આવેલા રોમેન્ટિક સ્ટોરી હંમેશા ભારતીયોમાં વિજેતા રહી છે અને તે અમને ખાતરી આપે છે કે કોલ્ડલસ્સીઔર ચિકલ મસાલા વિજેતા સાબિત થશે. અલ્ટબાલાજી સાથે આ ભાગીદારી દ્વારા અમે માનીએ છીએ કે અમે વિશ્વમાં અમારા સબસ્ક્રાઇબર્સને વ્યસ્ત રાખતા કન્ટેન્ટનો તંદુરસ્ત પોર્ટફોલિયો લાવવામાં સક્ષમ રહીશું.”
હદયના તાર ઝણઝણાવી દે તેવા રાજીવ ખડેલવાલ અને ટેલિવીઝન પર શાસન કરતી રાણી એવી દિવ્યાંકા ત્રિપાઠીને સમાવતા કોલ્ડલસ્સીઔર ચિકન મસાલા બે મહત્ત્વાંકાક્ષી શેફ નિત્યા અને વિક્રમની વાર્તા રજૂ કરે છે. આ ટ્રેલર તેમની જિંદગીની ઝાંખી કરાવે છે કેમ કે તેઓ પ્રેમમાં પડે છે પરંતુ સંજોગોને કારણે અલગ થઇ જાય છે. આ ટ્રેલરે દર્શકોમાં સફળતાપૂર્વક આતુરતા પેદા કરી છે, ત્યારે તેમના પ્રેમની ગોષ્ઠિનું નિદર્શન યાદગાર બની ગયું છે, જેને ભૂતકાળના પ્રેમ અને વર્તમાનના ધિક્કારમાંથી લેવામાં આવ્યું છે. તેમની તૂટી રહેલી કેમિસ્ટ્રી નિશ્ચિતપણે સ્વાદિષ્ટ રહેશે પરંતુ હજ્જારો સવાલો જવાબ વિહોણા છે. તેઓ પ્રેમમાં કેમ પડ્યા?… શું તેઓ ઉત્તમ આકર્ષનો પ્રતિકાર કરવા સક્ષમ બનશે? આ સિરીઝનું દિગ્દર્શન ટોચના ફિલ્મમેકર પ્રદીપ સરકાર દ્વારા કરવામાં આવ્યું છે અને લિંગા ભૈરવી દેવી પ્રોડક્શન્સના ડોરીસ ડે અને સુહેલ ઝૈદી દ્વારા નિર્માણ કરવામાં આવ્યુ છે, જેમાં ટેલિવીઝન ઉદ્યોગના બે વિશિષ્ટ ચહેરાઓ ડિજીટલ સ્પેસમાં જાદુનું સર્જન કરવા એક સાથે જોવા મળશે. આ શોમાં બરખા સેનગુપ્તા, મણીની મિશ્રા અને પ્રિયાંશુ ચેટર્જી જેવા અભિનેતાઓ પણ અગત્યની ભૂમિકામાં જોવા મળશે.
મિશન ઓવર માર્સ (એમ-ઓ-એમ) એ ઇસરોના વાસ્તવિક જીવનના હીરોની કાલ્પનિક વાર્તા છે જેમણે મંગલયાનમાં કામ કર્યું હતું અને અનેક વિપરીતતાઓ છતા પણ મિશનને સફળ બનાવવા માટે અગત્યની ભૂમિકા બજાવી હતી. વેબ સિરીઝ પ્રારંભથી લઇને અમલ સુધીની એમ-ઓ-એમની યાત્રાનું નિદર્શન કરે છે અને ચાર મહિલા વૈજ્ઞાનિકોના વિશ્વાસ અને નિશ્ચયની આસપાસ ફરતી સ્ટોરી છે જેમણે ટેકનિકલ અને નાણાંકીય પડકારોને પહોંચી વળવામાં તેમજ સફળ મંગળ પરના મિશનના સમયના દબાણને ખાળવામાં સફળતા મેળવવાં આઇએસએ(ઇન્ડિયન સ્પેસ એજન્સી)ને સહાય કરી હતી. તેમણે ફક્ત સમગ્ર રાષ્ટ્રને ગૌરવ અપાવ્યું હતું એટલું જ નહી પરંતુ ભારતને વિશ્વના નકશામાં અન્ય દેશોની આગળ મુકી દીધુ હતું. આ પ્રક્રિયામાં તેઓએ પોતાની અંદર રહેલી અપૂર્ણતાઓ પર પ્રેરણાત્મક સ્ટોરી બનાવીને વિજય પ્રાપ્ત કર્યો હતો. આ સિરીઝ ચોક્કસપણે વિશ્વમાં લોકોને એક પ્રેરણા આપશે કે “કંઇ પણ અશક્ય નથી”. આ શોમાં કેટલાક બહુધા અભિનેતાઓ જેમ કે સાક્ષી તંવર, મોના સિંઘ, પલોમી ઘોષને અગ્રણી ભૂમિકામાં સમાવવામાં આવ્યા છે, ત્યારે અન્ય પીઢ અભિનેતાઓમાં આશિષ વિદ્યાર્થી અને મોહન જોષીનો પણ આગવી ભૂમિકામાં સમાવેશ કરાયો છે. વિનય વૈકુલ દ્વારા દિગ્દર્શિતઆ વેબ સિરીઝનું એન્ડેમોલ ઇન્ડિયા દ્વારા નિર્માણ કરવામાં આવ્યું છે.
બાલીજી ટેલિફિલ્મ્સના જોઇન્ટ એમડી એકતા કપૂરે જણાવ્યું હતું કે, “ઝી અને બાલાજી”ની ઘટનાથી છેલ્લા 25 વર્ષથી ભાગીદારીમાં છે. ઝીની શ્રેષ્ઠ સ્ક્રીપ્ટની પસંદગી કરવામાં કુશળતા અને અલ્ટબાલાજીની પ્રેક્ષકોની પસંદગીમાં આત્મદ્રષ્ટિ સાથે આ ભાગીદારી અરસપરસના વિશ્વાસ અને ભરોસા પર ટકેલી છે. સૌથી મોટી સ્વદેશી ઓટીટી પ્લેટફોર્મે સહ-સર્જન માટે હાથ મિલાવતા, અમને ખાતરી છે કે મનોરંજન શૈલીમાં એથી ઝેડ(ઝી) સુધીનું આવરી લેવાશે અને દરેક પસંદગીઓને સેવા પૂરી પાડી શકાશે. આ ભાગીદારીનો પ્રારંભ કરવા ટે કોલ્ડલસ્સીઔર ચિકન મસાલા અને એમ-ઓ-એમ સિવાય અન્ય કોઇ વધુ સારો શો ન હોઇ શકે કેમ કે બન્ને મારા દિલની નજીક છે! અમે એમ-ઓ-એમ પર છેલ્લા 3 વર્ષથી કામ કરી રહ્યા હતા, જેથી ભારતના ઐતિહાસિક મંગળ મિશનમાં ભારતની આગેવાની કરનાર મહિલાઓની પ્રેણાત્મક સ્ટોરીનું નિદર્શન કરી શકાય.
એમ-ઓ-એમ ટ્રેલર
https://www.youtube.com/watch?v=6qWsmv3Y3rk&feature=youtu.be
કોલ્ડલસ્સીઔર ચિકન મસાલાના ટ્રેલરની લિંક: https://youtu.be/fA5foLCnFBE