અમદાવાદ : લોકસભાની ચૂંટણી માટે મતદાનની શરૂઆત થઇ રહી છે ત્યારે કોંગ્રેસ પાર્ટીને આજે મોટો ફટકો પડ્યો હતો. કારણ કે અલ્પેશ ઠાકોરે આજે કોંગ્રેસ સાથે છેડો ફાડી લીધો હતો. એવી ચર્ચા ચાલી રહી છે કે અલ્પેશ હવે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઇ શકે છે. જા કે આ અંગે હજુ સુધી કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. અલ્પેશ છેલ્લા કેટલાક સમયથી પાર્ટીથી નારાજ ચાલી રહ્યા હતા. આખરે અલ્પેશે છેડો ફાડી લીધો છે. કોંગ્રેસના કેટલાક નેતાઓથી પણ અલ્પેશ નારાજ હતા.
અલ્પેશે થોડાક સમય પહેલા એમ પણ કહ્યુ હતુ કે સત્તા વગર સમાજના વિકાસ કામ થઇ શકે તેમ નથી. ઠાકોર સમુદાયના લોકો પણ અલ્પેશને આ વાત સતત કરી રહ્યા હતા. અલ્પેશને મનાવી લેવા માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા હતા. થોડાક સમય પહેલા અલ્પેશે કહ્યુ હતુ કે તેઓ કોંગ્રેસમાં રહેશે. ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થવા જઇ રહ્યા નથી. જો કે હવે એકાએક પાર્ટી છોડવા માટેનો નિર્ણય કરી લીધો હતો. ભારતીય જનતા પાર્ટી દ્વારા હજુ કોઇ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.અલ્પેશની ભાવિ રણનિતી પર હવે નજર રાખવામાં આવી રહી છે. જો કે હજુ સુધી ભારે અટકળો ચાલી રહી છે.