અનામત આંદોલન હવે અલ્પેશ કથિરિયાના નેતૃત્વમાં જ ચાલશે

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

અમદાવાદ :  આજે પાસના કન્વીનર હાર્દિક પટેલના હાથમાંથી અનામત આંદોલનની ધૂરા ખૂંચવાઇ ગઇ હતી. સત્તાવાર રીતે હવે સમગ્ર પાટીદારઅનામત આંદોલનનું નેતૃત્વ અલ્પેશ કથીરિયાને સોંપાઇ ગયું છે, જેને લઇ ગુજરાતના રાજકારણમાં એક નવા અધ્યાયની જાણે હવે શરૂઆત થઇ છે.આ સાથે જ વિવિધ મુદ્દાઓ, સીડીકાંડ સહિતની અનેક વાતોને લઇવિવાદમાં રહેલા હાર્દિક પટેલને આખરે કેદ પ્રમાણે વેતરી નંખાયો હોવાની ચર્ચાપાટીદાર સમાજ સહિત સમગ્ર ગુજરાતના રાજકારણમાં શરૂ થઇ છે. આંદોલનમાંથી અચાનકસાઇડટ્રેક કરી દેવાતાં હવે હાર્દિક પટેલેની છબી અને નેતૃત્વને બહુ મોટો કુઠારાઘાતપડયો છે. બહુ સિફતતાપૂર્વક હાર્દિક પટેલની રાજકીય કારકિર્દી પતાવી દેવાનીવ્યૂહરચનાને અંજામ આપી દેવાયો હોવાની ચર્ચાએ પણ જાર પકડયું છે. હાર્દિક પટેલને કદપ્રમાણે વેતરી નંખાતાની સાથે જ તેની પર માછલાં ધોવાવાની શરૂઆત થઇ ગઇ છે. ખુદએસપીજી અધ્યક્ષ લાલજી પટેલ, ભાજપના પાટીદાર નેતા રેશમા પટેલ સહિતનાઆગેવાનોએ હાર્દિકના વિવાદ અને આંદોલનની સાચી દિશાથી ભટકવાના મુદ્દાને લઇ તેની પરપ્રહાર કર્યા હતા.

  બીજીબાજુ, આજે ખુદ હાર્દિક પટેલે હવે પાટીદારઅનામત આંદોલન અલ્પેશ કથીરિયાના નેતૃત્વમાં ચાલશે તેનો સ્વીકાર કર્યો હતો અને એવીનિખાલસ કબૂલાત કરી હતી કે, લોકોને જેનામાં વિશ્વાસ હોય તેનાનેતૃત્વ હેઠળ જ આંદોલન ચાલી શકે. હાર્દિક પટેલે લાજપોર જેલ ખાતે જણાવ્યું હતું કે,સરકાર રોકવાનો પ્રયાસ કરી રહી છે. અલ્પેશની જેલમુક્તિને લઈને સુરત આવી રહ્યા હતા. ત્યારે ટોલ નાકા પર કારને રોકવામાં આવી હતી.અને આખી કારનું ચેકિંગ કરી ટાઈમ પસાર કરવામાં આવી રહ્યો હતો. જેથી અલ્પેશની જેલમુક્તિના સમયે પહોંચી શક્યો ન હતો. જ્યારે સંકલ્પ યાત્રા માટે શરતોને આધીન મંજૂરીઆપવામાં આવી છે. સમાજ હિત માટે અને પાટીદાર અનામતની માંગણી માટે અને સમાજની એકતામાટે અને સામાજિક અને આર્થિક ધોરણે જે લાભ મળે એ માટે પ્રયાસ કરી આગળ વધી રહ્યાછીએ. અલ્પેશ જ પાટીદાર અનામત આંદોલનના નેતા છે, તેમના નેતૃત્વમાં જ પાટીદાર આંદોલન ચાલશે. અલ્પેશ અમારો મુખ્ય ચહેરોછે, તેઓ જે પ્રકારે આયોજન કરશે તે પ્રકારે ચાલીશું.જે નેતૃત્વને લોકો સ્વીકાર કરે તે નેતૃત્વમાં જ પાટીદાર આંદોલન ચાલશે.

દરમ્યાનએસપીજી અધ્યક્ષ લાલજી પટેલે આ મામલે મહત્વનું નિવેદન કરતાં જણાવ્યું હતું કે,હાર્દિક પટેલે પાટીદારો સહિત આમજનતાનો વિશ્વાસખોયો હતો એટલે કે, ગુમાવ્યો હતો અને તેની સામે અલ્પેશેલોકોનો વિશ્વાસ જીતી લીધો છે. અનામત આંદોલનની ટીમનો કેપ્ટન બદલાતાં હવે સમગ્રટીમને એક નવો જુસ્સો મળશે. એસપીજી પણ કથીરિયાના નેતૃત્વમાં આંદોલનની સાથે રહેશે.આંદોલન સાચી દિશામાં જાય તે જરૂરી હતું. આ જ પ્રકારે રેશમા પટેલે પણ હાર્દિકનાનેતૃત્વને દિશાથી ભટકી રહ્યો હોવાનું કહી અલ્પેશ કથીરિયાના નેતૃત્વને આવકાર્યુંહતું. કોંગ્રેસ પક્ષ તરફથી પ્રદેશ કોંગ્રેસ પ્રવકતા ડો.મનીષ દોશીએ ભાજપ પર પ્રહારોકર્યા હતા અને અલ્પેશ કથીરિયાના નેતૃત્વને આવકાર્યું હતું.

Share This Article