વેલિગ્ટન: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પાંચ વનડે મેચોની શ્રેણીની પૂર્ણાહુતિ બાદ હવે ટ્વેન્ટી મેચોની શ્રેણી શરૂ થઇ રહી છે. જે પૈકીની પ્રથમ મેચ આવતીકાલે વેલિગ્ટન ખાતે રમાનાર છે. આને લઇને બંને ટીમો જારદાર રીતે તૈયારી કરી રહી છે. ભારતીય ટીમ ટેસ્ટ અને વનડે શ્રેણી જીતી લીધા બાદ હવે ટવેન્ટી શ્રેણી પણ પોતાના નામ પર કરવા માટે તૈયાર છે. ન્યુઝીલેન્ડની ટીમમાં કેટલાક ફેરફાર કરવામાં આવી ચુક્યા છે.
- ટેસ્ટ અને વનડે શ્રેણી બાદ આવતીકાલથી ટ્વેન્ટી શ્રેણીની રોમાંચક શરૂ થશે
- બંને ટીમો જારદાર દેખાવ કરવા માટે સંપૂર્ણ પણે તૈયાર થઇ
- ઘરઆંગણે ટેસ્ટ અને વનડે શ્રેણી ગુમાવી દીધા બાદ ન્યુઝીલેન્ડની ટીમ જારદાર દેખાવ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર થઇ
- ન્યુઝીલેન્ડની ટીમમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા બાદ તમામની નજર રહેશે
- યજમાન ટીમમાં ઓલરાઉન્ડર ડેરિલ મિશેલ અને બ્લેયર ટિકનેરનો સમાવેશ કરવામાં આવ્યો
- ભારતીય ટીમમાં રોહિત શર્મા, શિખર ધવન સહિતના તમામ પર નજર રહેશે
- ભારતીય ટીમે હાલમાં ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ અને વનડે શ્રેણી જીત્યા બાદ હવે ન્યુઝીલેન્ડમાં પણ ટેસ્ટ તેમજ વનડે શ્રેણી જીતી તેની તાકાતનો પરિચય આપ્યો છે
- નવી ભારતીય ટીમમાં કેટલાક ફેરફાર કરવામાં આવી છે
- હાલમાં ન્યુઝીલેન્ડમાં સામેલ કરવામાં આવેલા ઓલરાઉન્ડર મિશેલે સ્થાનિક મેચોમાં છગ્ગા અને ચોગ્ગાનો વરસાદ કર્યો છે
- મેચ જાવા માટે મેદાનમાં પણ મોટી સંખ્યામાં ચાહકો પહોંચે તેવી શક્યતા
- ટોસ મેચમાં ઉપયોગી ભૂમિકા અદા કરે છે
- જા વરસાદ અને ખરાબ હવામાન વિલન નહીં બને તો સમગ્ર મેચ અને શ્રેણી ખુબ રોમાંચક બને તેવી શક્યતા છે