સિડની: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટ મેચોની શ્રેણીની ચોથી અને અંતિમ ટેસ્ટ મેચ આવતીકાલથી સિડનીના ઐતિહાસિક મેદાન ખાતે શરૂ થઇ રહી છે. આ નિર્ણાયક ટેસ્ટ મેચ પણ જીતીને વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમ નવો ઇતિહાસ રચવા માટે સજ્જ છે. ૭૦ વર્ષના ઇન્તજારને ખતમ કરવાની તૈયારી કરાઇ છે. સિડની ટેસ્ટની સાથે સાથે નીચે મુજબ છે.
- મેલબોર્ન ટેસ્ટ મેચ જીતી લીધા બાદ ભારતીય ટીમ હવે ૭૦ વર્ષના ઇન્તજારનો અંત લાવવા માટે સંપૂર્ણ પણે તૈયાર છે
- કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમ હવે ઇતિહાસ રચવાની નજીક હોવાથી આ તક નહીં ગુમાવે તેવી પ્રબળ સંભાવના છે
- એડિલેડ ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ભારતે જીત મેળવી હતી જ્યારે પર્થ ખાતે રમાયેલી બીજી ટેસ્ટ ઓસ્ટ્રેલિયાએ જીતી લીધી હતી. જ્યારે મેલબોર્ન ખાતે ભારતે ફરી જીત મેળવી હતી
- ઓસ્ટ્રેલિયાની જમીન પર ૭૦ વર્ષ બાદ ટેસ્ટ શ્રેણી જીતવા માટેની ટીમ ઇન્ડિયાને તક છે
- ભારતીય અંતિમ ઇલેવનમાં રોહિત શર્મા અને મયંક અગ્રવાલનો સમાવેશ કરવામાં આવ્યો છે.
- ભારતીય ટીમ ઇતિહાસને ભુલીને જોરદાર દેખાવ કરવા તૈયાર છે
- સતત નિષ્ફળ રહેલી ઓપનિંગ જોડી મુરલી વિજય અને લોકેશ રાહુલને પડતા મુકી દેવામાં આવ્યા બાદ મયંકે મેલબોર્નમાં ઉપયોગી બેટિંગ કરી હતી. ઝડપી બોલર ઉમેશ યાદવ પણ ટીમમાં સ્થાન મેળવી શક્યો નથી
- ઓસ્ટ્રેલિયામાં રમાયેલી ૪૭ ટેસ્ટ મેચો પૈકી ભારતે માત્ર સાત ટેસ્ટ મેચ જીતી છે. વર્ષ ૨૦૦૩-૦૪માં રાહુલ દ્રવિડના કારણે ટીમ ઇન્ડિયાને જીત મળી હતી.
- ભારતની વાત કરવામાં આવે તો ભારતે વર્ષ ૨૦૦૦ બાદથી ૨૦ ટેસ્ટ મેચ રમી છે. જે પૈકી ભારતને માત્ર ચાર ટેસ્ટ મેચ જીતવામાં સફળતા મળી છે. જ્યારે તેની ૧૧ ટેસ્ટમાં હાર થઇ છે. પાંચ ટેસ્ટ ડ્રો રહી છે.
- સિડની ટેસ્ટ મેચને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે
- ઓસ્ટ્રેલિયન ટીમમાં મિશેલ માર્શનો સમાવેશ કરવામાં આવ્યો