શ્રીહરિકોટા : ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ઇસરોએ આજે તેની યશલકગીમાં એક નવુ મોરપીછુ ઉમેરી લીધુ હતુ. ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંસ્થા ( ઇસરો)એ આજે સવારે વધુ એક ઐતિહાસિક સિદ્ધી હાંસલ કરી હતી. ઇસરોએ તેની યશકલગીમાં વધુ એક મોર પીછુ ઉમેરીને સવારમાં દરેક મોસમમાં કામ કરનાર રડાર ઇમેજિંગ ઉગર્હ આરઆઇસેટ-૨બીને સફળ રીતે લોંચ કરવામાં સફળતા હાંસલ કરી હતી. આશરે સાત વર્ષના લાંબા ગાળા બાદ ભારતે આ પ્રકારના બાજ નજર રાખી શકે તેવા સેટેલાઇટને સફળ રીતે લોંચ કરવામાં સફળતા મેળવી લીધી છે.નવા ઇતિહાસની સાથે સાથે નીચે મુજબ છે
- દરેક મોસમમાં કામ કરનાર રડાર ઇમેજિંગ ઉગર્હ આરઆઇસેટ-૨બીને સફળ રીતે લોંચ કરવામાં સફળતા હાંસલ કરી હતી
- આશરે સાત વર્ષના લાંબા ગાળા બાદ ભારતે આ પ્રકારના બાજ નજર રાખી શકે તેવા સેટેલાઇટને સફળ રીતે લોંચ કરવામાં સફળતા મેળવી લીધી છે
- આરઆઇસેટ-૨બીના સફળ લોન્ચિંગની સાથે જ ભારત હવે ખરાબ હવામાનની સ્થિતી રહેશે તો પણ દેશની અંદર , દુશ્મન દેશ અને ભારતીય સરહદ પર વધારે સારી રીતે નજર રાખી શકશે
- ભારત હવે પાકિસ્તાનમાં જે રીતે બાલાકોટમાં હવાઇ હુમલા કરવામાં આવ્યા હતા તેવા હુમલાને વધુ સફળતાપૂર્વક પાર પાડી શકશે
- પીએસએલવી-સી ૪૬ રોકેટના ૪૮મા અભિયાન અથવા તો મિશનના ભાગરૂપે સવારમાં પાંચ વાગે શ્રીહરિકોટાના સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર પરથી આરાઇસેટ-૨બીને સફળ રીતે લોંચ કરવામાં સફળતા મળી હતી
- ઉપગ્રહનુ વજન ૬૧૫ કિલોગ્રામ રહ્યુ છે. આને લોંચ કરવામાં આવ્યાના ૧૫ મિનિટના ગાળામાં જ પૃથ્વીની નીચલી સપાટી પર છોડી દેવામાં આવતા ઉપસ્થિત ઇસરોના વૈજ્ઞાનિકોમાં ખુશીનુ મોજુ ફરી વળ્યુ હતુ
- પીએસએલવી સી-૪૬ રિસેટ -૨ બી મિશન માટે કાઉન્ટ ડાઉનની પ્રક્રિયા આ વખતે ૨૫ કલાકની રાખવામાં આવી હતી