ભૂસ્ખલનથી પ્રભાવિત જોશીમઠની સાથે આસપાસના ઘણા વિસ્તારોમાં છે જમીન ધસી જવાનો ભય

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

ભૂસ્ખલનથી પ્રભાવિત જોશીમઠની સાથે આસપાસના ઘણા વિસ્તારો પણ જમીન ધસી જવાના ભય હેઠળ આવી ગયા છે. જોશીમઠથી થોડે દૂર આવેલા સેલંગ ગામમાં જોશીમઠ જેવી સ્થિતિ સર્જાઈ રહી છે. અહીં માત્ર ઘરોમાં જ નહીં પરંતુ ખેતરોમાં પણ તિરાડો જોવા મળી રહી છે. આ વિસ્તાર ઉત્તરાખંડથી માત્ર પાંચ કિલોમીટર દૂર છે. બદ્રીનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સ્થિત સેલંગના રહેવાસીઓએ જણાવ્યું હતું કે તેઓ ડરી ગયા છે અને જોશીમઠ કટોકટીએ તેમના ભયમાં વધારો કર્યો છે. ગ્રામીણો તેમની દુર્દશા માટે NTPC ના તપોવન-વિષ્ણુગઢ હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટને જવાબદાર માને છે.

સેલંગ નિવાસી વિજેન્દ્ર લાલે કહ્યુ કે, આ પરિયોજનાની સુરંગો ગામની નીચે બનાવવામાં આવી છે. તેમણે દાવો કર્યો કે આ સુરંગોમાંથી એક મુહાનેની પાસે રાષ્ટ્રીય રાજમાર્ગ પર સ્થિત એક હોટલ જુલાઈ, ૨૦૨૧માં ધરાશાયી થઈ અને નજીકનો પેટ્રોલ પંપ આંશિક રૂપથી ક્ષતિગ્રસ્ત થયો હતો. લાલે કહ્યુ કે, ધરાશાયી હોટલની પાસે સ્થિત ઘરોને પણ ખતરો છે.  તેમણે દાવો કર્યો- ગામની નીચે એનટીપીસીની નવ સુરંગો બનેલી છે. સુરંગોના નિર્માણમાં ઘણા વિસ્ફોટકોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેનાથી ગામના પાયાને નુકસાન પહોંચ્યું છે. લગભગ ૧૫ ઘરોમાં તિરાડોનો દાવો કરનારા ગ્રામીણે કહ્યું- ગામની મુખ્ય વસ્તીથી ૧૦૦ મીટર નીચે એક પાણી કાઢવાની સિસ્ટમ પણ બનાવવામાં આવી છે, જેનાથી થોડા મીટરને અંતરે આવેલા ગામમાં તિરાડો જોવા મળી રહી છે.

સેલંગ ગામના વન પંચાયત સરપંચ શિશુપાલ સિંહ ભંડારી કહ્યુ કે, એનટીપીસી પરિયોજનાને કારણે નિવાસીઓનું જીવન દમનીય થઈ ગયું છે. ભંડારીએ કહ્યું- ઘણી અરજી મોકલવામાં આવી, પરંતુ કોઈ કાર્યવાહી થઈ નહીં. તેમણે દાવો કર્યો- નુકસાન આશરે એક દાયકા પહેલા તે સમયે શરૂ થયું હતું, જ્યારે એનટીપીસીએ વિસ્તારમાં સુરંગ ખોદવાની શરૂ કરી હતી. લોકોએ વિરોધ કર્યો તો એનટીપીસીએ એક ખાનગી કંપનીના માધ્યમથી ઘરોનો વીમો કરાવ્યો હતો. પરંતુ જ્યારે મકાનોમાં તિરાડો પડી રહી છે તો તે મકાન માલિકોને વળતર આપવાથી બચી રહ્યાં છે.

Share This Article