હેમિલ્ટન : જેની ઉત્સુકતાપૂર્વક ક્રિકેટ પ્રેમીઓ રાહ જોઇ રહ્યા હતા તે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પાંચ વનડે મેચોની શ્રેણીન ચોથી મેચ આવતીકાલે હેમિલ્ટન ખાતે રમાનાર છે. ભારતીય ટીમે શ્રેણી જીતી લીધી હોવા છતાં જોરદાર દેખાવ કરવા માટે સજ્જ છે. બીજી બાજુ બાકીની બે મેચોમાં જીત મેળવી પ્રતિષ્ઠા બચાવવા માટે ન્યુઝીલેન્ડની ટીમ પ્રયાસ કરશે. અત્રે નોંધનીય છે કે ત્રીજી વનડે મેચમાં પણ ભારતે ન્યુઝીલેન્ડ ઉપર જીત મેળવી હતી. ભારતીય ટીમ જીતના સિલસિલાને આગળ વધારવા મેદાનમાં ઉતરશે. હેમિલ્ટન મેચની સાથે સાથે નીચે મુજબ છે.
- ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે આવતીકાલે હેમિલ્ટનમાં ચોથી વનડે મેચ રમાશે
- ભારતે વનડે મેચોની શ્રેણી પહેલાથી જ ૩-૦થી જીતી લીધી છે
- ભારતીય ટીમ મોટા અંતર સાથે શ્રેણી જીતવા માટે ઉત્સુક છે
- ન્યુઝીલેન્ડના સ્ટાર બેટ્સમેનો રોસ ટેલર, માર્ટિન ગુÂપ્ટલ અને વિલિયમસન અપેક્ષા મુજબ દેખાવ કરી શક્યા નથી જેથી ન્યુઝીલેન્ડને પીછેહઠનો સામનો કરવો પડ્યો
- ૩-૦ની લીડ ધરાવનાર ભારતીય ટીમ જીતના સિલસિલાને જાળવી રાખવા માટે સજ્જ્
- ખરાબ હવામાન વચ્ચે ટોસ મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી શકે છે
- ધોની, વિરાટ કોહલી, રોહિત શર્મા અને શિખર ધવન ઉપર તમામની નજર રહેશે
- ચાઈનામેન કુલદીપ અને યુજવેન્દ્ર ચહલ પણ ચાવીરૂપ ભૂમિકા અદા કરી શકે છે
- ન્યુઝીલેન્ડની ટીમ ઓપનિંગ બેટ્સમેન ગુપ્ટિલ પર જંગી જુમલા માટે આધારિત રહેશે
- ન્યુઝીલેન્ડની ટીમમાં કેટલાક ફેરફાર કરવામાં આવે તેવી પણ સંભાવના
- ભારતીય ટીમ જીતના ઇરાદા સાથે વર્તમાન ટીમ સાથે મેદાનમાં ઉતરવા માટે તૈયાર
- ભારતીય ટીમમાં બેટિંગ ક્રમમાં પણ ફેરફાર થવાની શક્યતા નહીવત છે