રાંચી : રાંચીમાં આવતીકાલે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ વનડે મેચોની શ્રેણીની ત્રીજી મેચ રમાનાર છે. આને લઇને સમગ્ર રાંચીમાં જોરદાર ક્રિકેટ ફિવર છે. શરૂઆતની બંને મેચો જીતી લીધા બાદ ભારતીય ટીમ શ્રેણીમાં ૨-૦ની લીડ ધરાવે છે. આવી સ્થિતીમાં ટીમ ઇન્ડિયા આવતીકાલની મેચમાં શ્રેણી જીતવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરનાર છે. બીજી બાજુ ઓસ્ટ્રેલિયા આવતીકાલની મેચમાં જીત મેળવી શ્રેણીને રોમાંચક બનાવવા માટેના પ્રયાસ કરશે. બંને ટીમોમાં કેટલાક ફેરફાર કરવામાં આવી શકે છે. રાંચી મેચની સાથે સાથે નીચે મુજબ છે
- ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી ત્રીજી મેચને લઇને રાંચીમાં જારદાર રોમાંચ
- શરૂઆતની બંને મેચો જીતી લીધા બાદ ટીમ ઇન્ડિયાના ખેલાડીઓનો જુસ્સો આસમાને પહોંચ્યો
- બંને ટીમો રાંચી પહોંચી ગયા બાદ તેમની સુરક્ષા વધારી દેવામાં આવી
- બીજી મેચમાં ભારત તરફથી શંકર અને વિરાટ કોહલી મેચમાં જીતમાં મુખ્ય રહ્યા હતા
- ભારતીય ટીમ શ્રેણી જીતવાના ઇરાદા સાથે આવતીકાલે મેદાનમાં ઉતરશે
- ભારતીય ખેલાડીઓ પૈકી રોહિત શર્મા અને શિખર ધવન હાલમાં ફ્લોપ રહ્યો છે
- ધોની બીજી મેચમાં શુન્ય રને આઉટ થઇ ગયા બાદ તેની પાસેથી પણ સારા દેખાવની અપેક્ષા
- ટ્વેન્ટી શ્રેણી ઓસ્ટ્રેલિયા સામે હાલમાં ઘરઆંગણે ગુમાવી દીધા બાદ ભારતીય ટીમ આ વનડે શ્રેણી વધુ મોટા અંતરથી જીતવા માટે તૈયાર છે
- છેલ્લી મેચમાં વિરાટ કોહલીએ વનડે કેરિયરની ૪૦મી સદી ફટકારી દીધી હતી
- કોહલી વહેલી તકે સચિન તેન્ડુલકરના સૌથી વધુ સદીના રેકોર્ડને તોડે તેવી શક્યતા
- ભારત અને ઓસ્ટ્રેલિયાના વનડે રેકોર્ડ પર નજર કરવામાં આવે તો ઓસ્ટ્રેલિયા હજુ આગળ છે
- પુલવામા અટેક અને ત્યારબાદ ભારત દ્વારા પાકિસ્તાનમાં કાર્યવાહી કરવામાં આવ્યા બાદ ટીમોની સુરક્ષાને લઇને વધુ પગલા લેવામાં આવ્યા
- રાંચી મેચમાં ટોસ પણ ચાવીરૂપ ભૂમિકા અદા કરી શકે
- બંને ઇલેવનમાં મોટા ફેરફાર કરવામાં આવે તેવી શક્યતા