સલમાન ખાન અને અનિલ કપૂરે કર્યો રોબોટિક ડાન્સ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

કલર્સ ઇન્ડિયા એક અનોખા ડાન્સ રિઆલિટી શોના માધ્યમથી અલ્ટીમેટ ડાન્સ દીવાને ઇન્ડિયાના એસ્ટીમેટ ડાન્સ દીવાનેની શોધ કરવા માટે પૂર્ણ રીતે સજ્જ છે, જે ત્રણ પેઢીઓને તક આપી રહ્યો છે. અહિં દર્શકો મહત્વકાંક્ષી પ્રતિસ્પર્ધકો તરફથી કેટલાંક નોંધનીય એક્ટસની ખાતરી આપી શોના જજીસ ડાનસિંગ ક્વીન અને ધક ધક ગર્લ માધુરી દિક્ષિત, કોરિયોગ્રાફર તુષાર કાલિયા અને ડાયરેક્ટર શશાંક ખૈતાન સમક્ષ ઓડિશન આપશે.

આ ઉમેદવારોની પ્રતિભાને પ્રોત્સાહન આપવા જજીસની સાથે રેસ ૩ની સ્ટાર-કાસ્ટ સુપરસ્ટાર્સ સલમાન ખાન, અનિલ કપૂર, બોબી દેઓલ, જેકલીન ફર્નાન્ડીઝ, સાકીબ સલીમ અને ડેઇઝી શાહ જોડાશે અને પોતાની આવનારી એક્શન-થ્રિલર ફિલ્મમે પ્રમોટ કરતાં જોવા મળશે.

સેટસ પરના સૂત્રોના જણાવ્યા અનુસાર એક ઉમેદવારે પ્રેમ રતન ધન પાયોના ગીત પર રોબોટિક ડાન્સ કર્યો અને સલમાન ખાન અને અનિલ કપૂરનો મોટો પ્રશંસક હોવાથી, તેણે પોતાની સાથે ડાન્સ કરવા તેઓને મંચ પર આમંત્રિત કર્યા અને બન્ને જણાએ તેમ કર્યું. જજિસ રોબોટિક ડાનસ મૂવના તેઓના વર્ઝનથી જ પ્રભાવિત ન થયાં પણ ખૂબ વિસ્મય પણ પામ્યાં, જેણે દર્શકો માટે વાતાવરણને વધુ મસ્તીપૂર્ણ બનાવી દીધું.

વર્તમાન ડાન્સ શોથી અલગ આ અનોખું સ્વરૂપ એવાને પ્રસ્તુત છે જેઓ ડાન્સ માટે ખૂબ જ ઘેલા છે તેમને પોતાની પ્રતિભા દર્શાવવા મંચ પુરું પાડે છે. બાળકો, યુવાઓ અને વયસ્કો એમ 3 જૂથોની રેન્જ માટે મંચ પુરું પાડે છે – તમામ પ્રતિસ્પર્ધીઓ પોત–પોતાની વર્ગમાં સ્પર્ધા કરશે. દરેક વર્ગમાંથી ત્રણ ફાઈનાલિસ્ટસ, ઇન્ડિયાના અલ્ટીમેટ ડાનસ દીવાનેનું બિરૂદ પામવા સ્પર્ધા કરશે.

Share This Article