ભારતીય બેંકને 9 હજાર કરોડનો ચૂનો લગાવનાર વિજય માલ્યાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લખેલી ચિઠ્ઠી જાહેર કરી છે. માલ્યાએ ટ્વિટ કરીને ચિઠ્ઠી જાહેર કરી હતી અને લખ્યુ હતુ કે બે વર્ષ બાદ પણ તેમને આ ચિઠ્ઠીનો જવાબ મળ્યો નથી. પત્રકારોને સત્ય કહેવા માટે આજે આ ચિઠ્ઠી જગજાહેર કરી રહ્યો છુ તેવુ માલ્યાએ કહ્યું હતું.
માલ્યાએ લખ્યુ હતુ કે લાંબા સમયથી તેના પર આરોપ લાગી રહ્યા છે. હવે સમય થઇ ગયો છે કે તેના વિષે પોતે કંઇક બોલે, રાજનેતા અને મિડીયા દ્વારા તેમના પર જે પણ આરોપ લગાવવામાં આવ્યા છે તેના ઉપર ખુલીને વાત કરવા માટે જ માલ્યાએ ચિઠ્ઠી જાહેર કરી હતી. બેંકોએ પણ માલ્યાને જાણી જોઇને ઉધાર ચૂકતે ના કર્યો હોવાનો આરોપ લગાવ્યો હતો.
વિજય માલ્યાએ કહ્યુ હતુ કે પોતે 5 એપ્રિલ 2016માં ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ચિઠ્ઠી લખી હતી અને તેનો જવાબ અત્યાર સુધી આવ્યો નથી. બેંક સાથે સમાધાન કરવાનો પ્રયત્ન કર્યો હતો પણ બધુ જ નકામુ નિવડ્યુ હતું.
બીજી તરફ સરકાર આ ચિઠ્ઠીને બહાનુ કહી રહી છે. હવે વિજય માલ્યા સાચુ બોલે છે કે સરકાર તે સમય આવતા જ ખબર પડશે.