ફિલ્મ પુષ્પાના બીજા ભાગનું શૂટિંગ શરૂ થવાની તૈયારીમાં, અલ્લુ નવા લૂકમાં આવશે

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

લોકડાઉન અને મહામારી બાદની સ્થિતિમાં અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પાએ ઈતિહાસ સર્જી દીધો હતો. હવે આ ફિલ્મની સીક્વલનું શૂટિંગ શરૂ થવાની તૈયારી છે. પહેલી ફિલ્મનું નામ પુષ્પાઃ ધ રાઈઝ હતું, જ્યારે સીક્વલને પુષ્પાઃ ધ રૂલ તરીકે ઓળખવામાં આવે છે. પુષ્પા ૨ના મુહૂર્ત શોટ વાઈરલ થયા બાદ હવે તેના શૂટિંગની ઘડીઓ ગણાઈ રહી છે. સીક્વલમાં અલ્લુ અર્જુનનો નવો લૂક જોવા મળશે. અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાનાની જોડી સીક્વલમાં યથાવત છે. તેમની સાથે બોલિવૂડના સ્ટાર્સને પણ જોડવામાં આવશે. જો કે ફિલ્મની ફાઈનલ કાસ્ટ અંગે હજુ માહિતી મળી નથી.

ઓક્ટોબરના સેકન્ડ વીકમાં પુષ્પા ૨નું શૂટિંગ શરૂ થાય તેવી શક્યતા છે. અલ્લુ અર્જુને પુષ્પા ૨ માટે ક્લાસીસ શરૂ કર્યા છે અને હવે તે નવા લૂક સાથે તૈયાર છે. પુષ્પાઃ ધ રાઈઝને આટલી સફળતા મળશે તેવી અલ્લુને કલ્પના ન હતી, પરંતુ હવે સીક્વલને પણ તેટલી જ સફળ બનાવવા અલ્લુ અર્જુને ખૂબ મહેનત કરી છે. ૨૨મી ઓગસ્ટે પુષ્પાનો મુહૂર્ત શોટ લેવાયો હતો. ત્યારબાદ ગૂડ બાયના ટ્રેલર લોન્ચમાં પણ રશ્મિકાએ ઈન્ડસ્ટ્રીના બે મોટા ‘એ’ અમિતાભ-અલ્લુ અર્જુન સાથે ફિલ્મનો ઉલ્લેખ કર્યો હતો. 

Share This Article