સાઉથ ઇન્ડિયન એક્ટર અલ્લુ અર્જુન તેની ફિલ્મ સરઇનોડુ બાદ નોર્થ ઇન્ડિયામાં પણ પોપ્યુલર થયો હતો. તેની ફિલ્મ સરઇનોડુએ યુટ્યુબમાં સૌથી વધુવાર જોવાયેલી ફિલ્મનો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. તેની ઘણી ખરી ફિલ્મનું હિન્દી ડબિંગ થયુ છે. આર્યા, ડી.જે, સરઇનોડુ, યેવડુ, જેવી ફિલ્મો માટે તેને ભારતના દરેક ભાગમાંથી પ્રશંસા મળી છે.
હાલમાં તેના જન્મદિવસે જ તેની નવી ફિલ્મ ના પેરુ સુર્યા ના ઇલ્લુ ઇન્ડિયાનો ડાયલોગ પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો હતો. તે પ્રોમોને ફક્ત 24 કલાકમાં જ 18 મિલીયન વ્યૂઝ મળી ગયા હતા. તે પ્રોમોમાં અલ્લુ અર્જુન એક વ્યક્તિને મારી રહ્યો છે ત્યારબાદ તે બીજા વ્યક્તિને મારવા જાય છે ત્યારે તે વ્યક્તિ તેને સાઉથ ઇન્ડિયન કહીને અપમાનિત કરે છે, ત્યારે અલ્લુ અર્જુન તેને કહે છે કે સાઉથ ઇન્ડિયા, નોર્થ ઇન્ડિયા, ઇસ્ટ અને વેસ્ટ એવુ કાંઇ નથી, ઇન્ડિયા ફક્ત એક છે. આ પ્રોમો જોતાની સાથે દેશભક્તિની ભાવના તમારા રોમ રોમમાં પ્રસરી જશે, પરંતુ આ પ્રોમો બાદ અલ્લુ અર્જુન ખુબ ટ્રોલ થયો હતો, કારણકે તેના ટ્વિટર બાયોમાં તેણે પોતાની જાતને સાઉથ ઇન્ડિયન એક્ટર જ ગણાવ્યો છો. લોકોએ તેને કહ્યુ કે ફિલ્મમાં તે એક ઇન્ડિયા છે તેવું કહી રહ્યો છે તો પોતાના ટ્વિટર એકાઉન્ટમાં શા કારણથી તેણે પોતાની જાતને સાઉથ ઇન્ડિયન તરીકે ઓળખાવી છે. સૌથી પહેલા તેણે પોતાની જાતને ઇન્ડિયન એક્ટર તરીકે ઓળખાણ આપવી પડે. ભાઇ બર્થ ડે ના દિવસે જ અલ્લુ અર્જુનને તેના જ ફેન્સ તરફથી શિખામણ મળી હતી.
તેની ફિલ્મના ડાયલોગ પ્રોમો એ રેકોર્ડ તોડી નાંખ્યો હતો 24 કલાકમાં જ 18 મિલીયન વ્યૂઝ, તેની તુલના મહેશ બાબુની ફિલ્મ ભરત અને નેનુના ટીઝર સાથે થઇ હતી, મહેશની ફિલ્મના ટીઝરને 24 કલાકમાં 11.4 મિલીયન વ્યૂઝ મળ્યા હતા.
અલ્લુ અર્જુનની આ ફિલ્મ ભારતીય જવાનના એન્ગર ઇશ્યુ પર બની છે. અલ્લુ અર્જુનને આ ફિલ્મ માટે ફિઝીક બનાવવા માટે ઇન્ગલેન્ડથી ટ્રેનર બોલાવવામાં આવ્યો હતો. જ્યારે તેની આ ફિલ્મ રિલીઝ થશે ત્યારે સાઉથ ઇન્ડિયામાં ફેશનની વ્યાખ્યા બદલાઇ જશે, કારણકે અલ્લુ અર્જુન તેની દરેક ફિલ્મ સાથે નવી ફેશનને પણ માર્કેટમાં લાવે છે.