પરિવારવાદને લઇને પણ કરૂણા ઉપર આક્ષેપો થયા

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

ચેન્નાઈ: સપ્ટેમ્બર ૧૯૪૪ના દિવસે વર બનીને બેઠેલા ૨૦ વર્ષીય યુવક પોતાની પત્નિ માટે રાહ જાઈ રહ્યો હતો, ત્યારે જ ત્યાંથી હિન્દુ વિરોધી રેલી પસાર થઇ હતી અને તેના ઉપર એવી અસર થઇ કે, તમિળ જિંદાબાદ હિન્દી મુર્દાબાદ કહીને તે જાન છોડીને ભાગી ગયો હતો અને પ્રદર્શનમાં જોડાઈ ગયો હતો.

પતિના ઇન્તજારમાં રહેલી પત્નિ પદ્માવતી જે તમિળનાડુના ચિદમ્બરમના ગાયક સુંદરનારની પુત્રી હતી તે એક કલાક સુધી બેઠી રહી હતી. છેલ્લે યુવકને પકડીને સંબંધીઓ લઇ આવે છે અને લગ્ન થાય છે. આ પતિ કોઇ ઓર નહીં બલ્કે કરૂણાનિધિ હતા. ત્રણ લગ્ન થયા હોવા છતાં પરિવારથી તેઓ ખુબ જ સંતુષ્ટ હતા. પરિવારને તેઓ ખુબ જ પસંદ કરતા હતા. ત્રણ દશકમાં કરૂણાનિધિ કહેતા હતા કે પાર્ટી જ તેમનો પરિવાર છે, પરંતુ સમીક્ષકોના કહેવા મુજબ બે દશકમાં આ બિલકુલ ચિત્ર બદલાઈ ગયું હતું અને પરિવાર જ તેમની પાર્ટી બની ગઈ હતી. ત્રણ લગ્ન અને છ બાળકો બાદ તેમને એક એવા પિતા તરીકે ગણવામાં આવતા હતા જે પોતાના પરિવારથી સૌથી વધારે પ્રેમ કરતા હતા. બદલાતા સમયની સાથે સાથે તેઓ પરિવારમાં જ ભળાયેલા રહેતા હતા. આ પ્રેમની વચ્ચે પરિવારના સભ્યોને ભેંટ સોગાદોમાં સત્તા મળવા લાગી હતી. કરૂણાનિધિ પર પરિવારવાદના આરોપ મુકવામાં આવ્યા હતા. કરૂણાનિધિએ પ્રયાસ કર્યા હતા કે, સ્ટાલિન પોતાની જગ્યા પોતે બનાવે.

મુખ્યમંત્રી રહેવાના ગાળા દરમિયાન ૧૯૮૯ અને ૧૯૯૬માં કરૂણાનિધિએ સ્ટાલિનને ધારાસભ્ય હોવા છતાં કેબિનેટની બહાર રાખ્યા હતા. ઇમરજન્સીના ગાળા દરમિયાન ધરપકડ થવાની બાબત અને  પોલીસના હાથે ટોર્ચરિંગના લીધે સ્ટાલિન માટે દાખલારુપ બની ગયા હતા. મોટા પુત્ર અલાગીરીને કેન્દ્રીય મંત્રાલય અને ભત્રીજા દયાનિધિ મારનને આઈટી અને દૂરંસચાર મંત્રાલય આપવાના કારણે કરૂણાનિધિ ઉપર પ્રહારો થયા હતા. ટુજી સ્પેક્ટ્રમ કેસ અને રાડિયા ટેપ કેસમાં પરિવારના નામ સપાટી ઉપર આવ્યા હતા.  કાનીમોઝી, સ્ટાલિન, બીજા પત્નિ દયાલુ અમ્મલ, ત્રીજા પત્નિ રાજથિયા ઉપર પ્રશ્નો ઉઠ્યા હતા. કરૂણાનિધિએ ત્રણ લગ્ન કર્યા હતા. કાનીમોઝીની ધરપકડ બાદ બિમાર પત્નિ દયાલુની પુછપરછ કરવા માટે તપાસ ટીમ પહોંચી હતી. રાજ્યસભામાં સાંસદ રહી ચુકેલા કાનીમોઝી રાજથિયાની પુત્રી છે. ૧૯૪૪માં પદ્માવતીના મોત બાદ ચાર વર્ષ બાદ કરૂણાનિધિએ દયાળુ સાથે લગ્ન કર્યા હતા. ૬૦ના દશકમાં પ્રચાર દરમિયાન કરૂણાનિધિને રાજથિયા સાથે પ્રેમ થયો હતો અને લગ્ન કર્યા હતા. તમામ બાળકો રાજનીતિમાં નથી. દયાલુથી કરૂણાના ચાર બાળકો છે.

Share This Article