અલાહાબાદ હાઈકોર્ટે અરજીકર્તાને ખખડાવ્યા પહેલા રિસર્ચ કરો બાદમાં કોર્ટ આવો

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અલાહાબાદ હાઈકોર્ટની  લખનઉ બેન્ચના જસ્ટિસ ડી કે ઉપાધ્યાયે અરજીકર્તાને ફટકાર લગાવતા કહ્યું કે પીઆઈએલ વ્યવસ્થાનો દુરઉપયોગ ન કરો. તેની મજાક ન કરો. તાજ મહેલ કોણે બનાવ્યું તેનું પહેલા રિસર્ચ કરો. યુનિવર્સિટી જાઓ. પીએચડી કરો અને પછી કોર્ટમાં આવો. રિસર્ચ કરવાથી કોઈ રોકે ત્યારે અમારી પાસે આવજાે.

તમે કહેશો તેમ ઈતિહાસ ભણાવવામાં નહીં આવે. આ મામલે જસ્ટિસ ડી કે ઉપાધ્યાય અને જસ્ટિસ સુભાષ વિદ્યાર્થીની બેન્ચ સુનાવણી કરી રહી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે અમે આ અરજીની સુનાવણી ટાળીશું નહીં, તમે તાજ મહેલના ૨૨ રૂમની જાણકારી કોની પાસે માંગી?  અરજીકર્તાના વકીલે આ સવાલનો જવાબ આપતા  કહ્યું કે અમે ઓથોરિટી પાસે જાણકારી માંગી. જેના પર કોર્ટે કહ્યું કે જાે તેમણે કહ્યું કે સુરક્ષા કારણોસર રૂમ  બંધ છે તો તે જાણકારી છે.

જાે તમે સંતુષ્ટ નથી તો તેને પડકારો. મહેરબાની કરીને એમએમાં તમારું નામાંકન કરાવો, પછી નેટ, જેઆરએફ માટે જાઓ અને જાે કોઈ યુનિવર્સિટી તમને રોકે તો અમારી પાસે આવો. અરજીકર્તાએ કહ્યું કે કૃપા કરીને અમને તે રૂમમાં જવાની મંજૂરી આપો જેના પર કોર્ટે આકરી ટિપ્પણી કરતા કહ્યું કે કાલે તમે આવીને માનનીય જજાેની ચેમ્બરમાં જવા માટે કહેશો? મહેરબાની કરીને જનહિત અરજીને મજાક ન બનાવો.

આ અરજી અનેક દિવસથી મીડિયામાં ફરી રહી છે અને તમે હવે સમય માંગી રહ્યા છો? ત્યારબાદ હાઈકોર્ટે સુનાવણી માટે ૨ વાગ્યાનો સમય નક્કી  કર્યો છે. દુનિયાના સાત અજૂબાઓમાં સામેલ આગ્રાના તાજ મહેલના ૨૦થી વધુ બંધ ઓરડા ખોલાવવા અંગેની માગણી કરતી એક અરજી મામલે હાઈકોર્ટે આજે અરજીકર્તાને ખુબ ફટકાર લગાવી. કોર્ટે ખખડાવી નાખતા કહ્યું કે તાજ મહેલ અંગે રિસર્ચ કર્યા બાદ જ અરજી કરવી જાેઈએ.

પીઆઈએલને મજાક ન બનાવો. તાજ મહેલ કોણે અને  ક્યારે બનાવ્યો પહેલા તેનો અભ્યાસ કરો. આ મામલે આગળની સુનાવણી બપોરે ૨ વાગ્યા પછી થશે જેમાં ચુકાદો આવે તેવી શક્યતા છે.

Share This Article