દક્ષિણ ચીન દરિયામાં તેલ અને ગેસના સંશોધનની બાબત અમારા માટે ખૂબજ મહત્વપૂર્ણ છે. બંગાળના અખાત, હિંદ મહાસાગર અને અરબ સાગરમાં સ્થિત તેલ ભંડારો આપણા દેશની જરૂરિયાતોને પૂર્ણ કરી શકે નહીં. દક્ષિણ ચીન દરિયામાં તેલની શોધખોળથી અમે અમારી ઉર્જા જરૂરિયાતોને ભવિષ્ય માટે વધુ યોગ્ય બનાવી શકીએ છીએ. તેલ અને ગેસની શોધખોળની સાથે સાથે એક શક્યતા એવી પણ બની શકે છે કે ત્યાં કોઈ નવા પ્રકારના ખનીજ પદાર્થોની શોધ થઈ જાય જેનાથી આંતરરાષ્ટ્રીય સ્તર પર ભારતની ટેકનિક પર વધારે વિશ્વાસ જાગે અને બીજા દેશ ભારતીય કંપનીઓને આમંત્રણ આપે. દક્ષિણ ચીન દરિયામાં તેલની શોધને લઈને ચીનની ઉંઘ હવે હરામ થઈ ગઈ છે. ડ્રેગનની બેચેની પણ દેખાવા લાગી ગઈ છે.
આ તમામ મુદ્દે ભારતને પીછેહઠ કરવાના બદલે આગળ વધવાની જરૂર છે. અમે આવું કરવામાં સક્ષમ છીએ કારણ કે અમારી પાસે નવી ટેકનોલોજી છે. ભારતીય વૈજ્ઞાનિક ટેકનોલોજીને સતત વિકસીત કરી રહ્યા છે. આ જ કારણસર ચીન અમારી આ નીતિથી ચિંતાતૂર છે અને દક્ષિણ ચીન દરિયા પર પોતાના પ્રભુત્વ સામે ઉભા થઈ રહેલા ખતરાને લઈને પરેશાન છે. આ ચીનની ગભરામણ છે કે તે ભારતને વિયતનામમાં તેલ અને ગેસ ન શોધવાની ચેતવણી આપી રહી છે. જે ચીનના દરિયાઈ હિસ્સા તરીકે બિલકુલ નથી. આ અમારો આંતરરાષ્ટ્રીય અધિકાર છે જેથી અમે આંતરરાષ્ટ્રીય જળક્ષેત્રમાં કોઈ પણ પ્રકારની શોધખોળ પર કામ કરી શકીએ છીએ. અહીં એક બાબત સમજવી પડશે કે કોઈ અમારા જળક્ષેત્રમાં બહાર કોઇ પણ પ્રકારની શોધખોળ કરે તો અમને કોઈ સમસ્યા થવી જોઈએ નહીં. જો અમે ત્યાં તેલની શોધખોળ કરીશું નહીં તો કોઈ અન્ય દેશ આ કામ કરશે. ચીન એવું જ ઈચ્છે છે કે તે આ ક્ષેત્રમાં પોતાના વર્ચસ્વને જાળવી રાખે આ જ કારણસર તે વાંધાજનક નિવેદન કરીને ભારત પર દબાણ લાવવાના પ્રયાસમાં છે.
ભારત આ બાબતોનો આંતરરાષ્ટ્રીય સ્તર પર જવાબ આપે તે ખૂબ જરૂરી છે. પોતાની નીતિઓ અને યોજનાઓને અટકાવ્યા વગર સતત આગળ વધારે તે પણ ખૂબ જરૂરી છે. અહીં ચીનને સ્પષ્ટ ચેતવણી આપવી પડશે કે ભારત તેની બાબતોને ગંભીરતાથી લેતું નથી.આ વાસ્તવિકતા છે કે જો ચીન હિંદ મહાસાગર સ્થિતિ પડોશી દેશો અને અરબ સાગરમાં પાકિસ્તાન જઈને બંદરોનું નિર્માણ કરે છે તો તે તેનો અધિકાર છે અમને આનાથી કોઈ તકલીફ હોવી જોઈએ નહીં. પણ સાવધાની ખૂબજ જરૂરી બની ગઈ છે.
આ જ રીતે જો અમે દક્ષિણ ચીન દરિયામાં જઈને કોઈ શોખખોળ કરીએ તો ચીનને આનાથી કોઈ સમસ્યા હોવી જાઈએ નહીં. જા તેને ભારતથી કોઈ ખતરો દેખાઈ રહ્યો છે તો તે પોતાના સ્તર પર સાવધાની રાખી શકે છે. બિનજરૂરી નિવેદનબાજી કરીને તેનો કોઈ ફાયદો થનાર નથી. આ ક્ષેત્રમાં પોતાના પ્રભુત્વને જમાવવા માટે ચીને દક્ષિણ ચીન દરિયા સ્થિત તમામ દેશોથી માત્ર નારાજગી વહોરી છે.ચીનના વર્તનના કારણે પરેશાન થયેલા દેશો ભારતના વલણને ટેકો આપી રહ્યા છે. આવી સ્થિતીમાં ચીનની સામે ભારતે સમસ્યા સર્જી છે.