તમામ કુશળતા છતાંય કૃતિ ખરબંદા ફ્લોપ સાબિત થઇ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

બોલિવુડની અભિનેત્રી કૃતિ ખરબંદા પાસે તમામ પ્રકારની કુશળતા હોવા છતાં એટલી સફળતા મળી રહી નથી જેથી સફળતા તેને મળવી જોઇએ. કારણ કે તેને ટુંકા રોલ મળી રહ્યા છે. હાલમા તેની પાસે કેટલાક નાના રોલની  ફિલ્મો આવી છે. જો કે તે તેની કુશળતા સાબિત કરવા માટે ઉત્સુક છે. બોલિવુડમાં કેટલાક વર્ષોથી સતત સક્રિય છે. તમામ પ્રકારની કુશળતા અને ખુબસુરત હોવા છતાં તેને બોલિવુડમાં કોઇ સફળતા મળી રહી નથી. સાથે સાથે સારા કલાકારો સાથે ફિલ્મ પણ મળી રહી નથી. જેથી તેની કેરિયર અદ્ધરતાલ છે. જો કે તે બોલિવુડમાં ટકી રહેવા માટે બનતા તમામ પ્રયાસ કરી રહી છે. તેનુ કહેવુ છે કે તે દીપિકા સાથે જો તક મળશે તો કામ કરીને ગર્વ અનુભવ કરશે. આલિયા અને દીપિકા ખુબ શાનદાર અભિનેત્રી છે. કૃતિએ કહ્યુ છે કે તે દીપિકાની ફેન છે. બોલિવુડમાં ચાલી રહેલી ગળા  કાપ સ્પર્ધામાં તે પણ નિષ્ફળ સાબિત થઇ રહી છે.

બોલિવુડમાં નવી નવી અભિનેત્રીઓની સતત એન્ટ્રી થઇ રહી છે. આલિયા પ્રત્યે તેના મનમાં ખુબ સન્માન છે. કૃતિનુ કહેવુ છે કે તે જ્યારે ભટ્ટ કેમ્પની ફિલ્મ રાજ રીબુટ ફિલ્મમાં કામ કરી રહી હતી ત્યારે માત્ર એક વખત આલિયા ભટ્ટને મળી હતી. પહેલા તેને લાગતુ હતુ કે પુજા ભટ્ટ સારી અભિનેત્રી છે. પરંતુ આલિયા સ્ટાર પણ છે અને અભિનેત્રી પણ છે. કૃતિને હાલમાં મલ્ટીસ્ટારર ફિલ્મ મળી રહી છે. જેના કારણે તેની છાપની નોંધ લેવાઇ રહી નથી. જો કે તેને મળી રહેલી ભૂમિકાથી તે સંપૂર્ણ પણે સંતુષ્ટ છે. જો કે સારી ફિલ્મોને લઇને આશાવાદી પણ રહેલી છે.

Share This Article