લખનૌ : ઉત્તરપ્રદેશમાં મહાગઠબંધનને લઇને તૈયારીઓ ચાલી રહી છે. બીજી બાજુ કોઇ નિર્ણય થઇ રહ્યો નથી જેથી રાજકીય ગરમી વધી ગઈ છે. હવે માયાવતીના જન્મદિવસ ઉપર તમામની નજર કેન્દ્રિત થઇ ગઇ છે. એકબાજુ સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ સતત આ મુદ્દાને ચર્ચામાં લાગે છે. બીજી બાજુ બહુજન સમાજ પાર્ટી આ મુદ્દાને લઇને પોતાની તકલીફને રજૂ કરવા માટે ઇચ્છુક નથી. બસપના વડા માયાવતીની વ્યૂહાત્મક નીતિને આના માટે જવાબદાર ગણવામાં આવે છે. માયાવતીના જન્મદિવસ ઉપર કોઇ મોટી જાહેરાત કરવામાં આવી શકે છે.
બહુજન સમાજ પાર્ટીના એજેન્ડામાં માયાવતીના જન્મદિવસને મહત્વ આપવામાં આવે છે. ૧૫મી જાન્યુઆરીના દિવસે માયાવતીનો જન્મદિવસ છે. જન્મદિવસ ઉપર અન્ય રાજકીય પક્ષોની પણ નજર કેન્દ્રિત થઇ ગઇ છે. આ મહાગઠબંધનની જાહેરાત જન્મદિવસે કરવામાં આવી શકે છે. માયાવતી ગઠબંધનને લઇને હંમેશા કહેતા રહ્યા છે કે, સન્માનજનક સ્થિતિ રહેશે તો જ સમજૂતિ કરવામાં આવશે. ગઠબંધનના સંદર્ભમાં જન્મદિવસે શું જાહેરાત થાય છે તેના ઉપર નજર કેન્દ્રિત થઇ ગઇ છે. રાજકીય પંડિતોની વાત ઉપર વિશ્વાસ કરવામાં આવે તો માયાવતીએ હાલમાં કોઇ નિર્ણય કરનાર નથી. કારણ કે, હજુ સુધી કોઇપણ એવી બેઠક થઇ નથી જેને લઇને સીટોના મુદ્દે નિર્ણય કરી શકાય.
કોણ કેટલી સીટ ઉપર લડશે તેને લઇને ટૂંક સમયમાં જ નિર્ણય લેવામાં આવશે. બસપ અને સપા ગઠબંધનને લઇને ચર્ચા ચાલી રહી છે. બંને પાર્ટીઓ તરફથી આ સ્થિતિ સ્પષ્ટ કરવામાં આવી નથી. જા કે, ભાજપ સામે લડવા માટે બંને પાર્ટી હાથ મિલાવી શકે છે.