મોદીને રસ્તાથી દૂર કરી દેવા તમામ દુશ્મન એકત્રિત થયા

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઓરિસ્સાના બલાંગીર પહોંચ્યા હતા. મોદીએ અહીં ઝારસુગુડા સ્થિત મલ્ટીમોડલ લોજિસ્ટિક પાર્કની સાથે સાથે અન્ય અનેક વિકાસ યોજનાઓનું લોકાર્પણ કર્યું હતું. મોદીએ બલાંગીર અને બીચુપલી વચ્ચે નવી રેલવે લાઈનનું ઉદ્‌ઘાટન કર્યું હતું. ત્યારબાદ ઉપસ્થિત લોકોને સંબોધતા મોદીએ કહ્યું હતું કે, ઓરિસ્સાની સરકારને આદિવાસીઓના હિતો માટે કામ કરવા ચૂંટણીની રાહ જાવી જાઇએ નહીં.

કેન્દ્ર સરકાર દ્વારા જે રકમ આપવામાં આવી છે તે રકમનો ઉપયોગ કરવામાં આવે. ચૂંટણી તો આવીને જશે. અમારી સરકારના પ્રયાસ છે કે, વ્યવસ્થામાંથી દરેક એવી ચીજને દૂર કરવામાં આવે જે ગરીબ પરિવારોને આંચકી રહી છે. મોદીએ પોતાના આક્રમક અંદાજમાં કહ્યું હતું કે, વિપક્ષના ગઠબંધનના પ્રયાસો અને ઉત્તરપ્રદેશના સપા અને બસપના ગઠબંધન સંકેત આપે છે કે, મોદીને રસ્તાથી દૂર કરવા માટેના પ્રયાસો થઇ રહ્યા છે. મોદીની સામે કાવતરા ઘડવામાં આવી રહ્યા છે. ખોટા આક્ષેપો થઇ રહ્યા છે. મોદીને રસ્તાથી દૂર કરવા તમામ વિરોધીઓ એકમંચ ઉપર આવી રહ્યા છે.

ઉપસ્થિત લોકોને કહ્યું હતુ કે, ભગવાન જગન્નાથન આ જમીન ઉપરથી તેઓ તમામને ખાતરી આપવા માંગે છે કે, આ ચોકીદાર ગરીબોની કમાણીને લૂંટનાર દરેક વ્યક્તિની રમતને બંધ કરાવીને જ દમ લેશે. જે વ્યÂક્તએ પણ ગરીબ સાથે લૂંટ કરવામાં આવી છે તેને ચોકીદાર સજા અપાવશે. સરકારી નાણાં લૂંટી લેનાર વચેટિયાઓને છોડવામાં આવશે નહીં. સરકારે સત્તામાં આવ્યા બાદ છ કરોડથી પણ વધારે બોગસ રેશનિંગ કાર્ડ, ગેસ કનેક્શન, બનાવટી સ્કોરશીપ લાભાર્થી, બોગસ પેન્શન કર્મીઓને શોધી કાઢવામાં આવ્યા છે. વચેટિયા પહેલા સરકારની રકમ ખાઈ જતાં હતા પરંતુ હવે આ વ્યવસ્થા ખતમ થઇ ચુકી છે. પહેલા નહી જન્મેલાના નામ ઉપર પણ તિજારી ભરવામાં આવી રહી હતી. કેન્દ્ર સરકાર ૨૪-૨૫ રૂપિયામાં એક કિલો ઘઉં ખરીદીને માત્ર બે રૂપિયામાં ગરીબોને મળે તે માટે વ્યવસ્થા કરે છે. ૩૦ રૂપિયા કિલો ચોખા ખરીદીને ત્રણ રૂપિયામાં ગરીબોને આપે છે પરંતુ અમારી સરકાર આવી તે પહેલા વચેટિયાઓ આ રકમ આંચકી લેતા હતા જ્યારે કોઇ વ્યક્તિ રેશનિંગની દુકાનમાં પહોંચતા હતા ત્યારે તેમને કહેવામાં આવતું હતું કે, જથ્થો ખતમ થઇ ચુક્યો છે.

અનાજનો આજ જથ્થો નજીકની દુકાનમાંથી ઉંચી કિંમતે ખરીદવાની ગરીબોને ફરજ પડતી હતી. પેલાની સરકારમાં કોઇને કોઇ ભય ન હતો. કોઇને કોઇ પુછનાર ન હતું. અમારી સરકાર આવ્યા બાદ આ તમામ ગતિવિધિ અટકી ગઈ છે. જે સબસિડીના ૯૦૦૦૦ કરોડ રૂપિયા લૂંટી રહ્યા હતા તે હવે રોકી દેવામાં આવી છે. આ લોકો પ્રજાની લૂંટેલી રકમમાંથી વિમાનમાં ફરતા હતા. બંગલા ગાડીઓ ખરીદતા હતા. હવે તમામ બાબતો બંધ થઇ ચુકી છે.

Share This Article