વિતેલા વર્ષોમાં ક્રિકેટના ભગવાન તરીકે ગણાતા સચિન તેન્ડુલકરના રેકોર્ડ હવે એકપછી એક તુટી રહ્યા છે. સચિન કરતા વધારે જ ઝડપથી અને ઓછી મેચોમાં તે નવી નવી સિદ્ધીઓ હાંસલ કરી રહ્યો છે. ક્રિકેટ સાથે જાડાયેલા જાણકાર લોકો કહે છે સચિન તેન્ડુલકર ટુંકા ગાળામાં જ સચિનના મોટા ભાગે રેકોર્ડ ટેસ્ટ સિવાયના તોડી દેશે. કોહલીએ આજે ક્રિકેટની દુનિયામાં અનેક રેકોર્ડ પોતાના નામ પર કરી લીધા છે. સાથે સાથે કમાણીના મામલે પણ તે વિશ્વના ટોપ ખેલાડીઓમાં સામેલ રહ્યો છે. તેની કમાણીની વાત કરવામાં આવે તો તે ક્રિકેટમાંથી જંગી આવકની સાથે સાથે જાહેરાતોમાંથી પણ તે જંગી આવક મેળવી રહ્યો છે.
વિરાટ કોહલી આજે ક્રિકેટની સાથે સાથે અનેક બિઝનેસ કારોબારમાં પણ ઝંપલાવી ચુક્યો છે. હાલમાં તે ૨૦થી પણ વધારે જાહેરાતોમાં કામ કરી રહ્યો છે. ઇએસપીએન દ્વારા વિશ્વના સૌથી લોકપ્રિય અને જાણીતા એથલિટોની યાદીમાં પણ તે સ્થાન મેળવી ચુક્યો છે. ક્રિકેટ કેરિયરની સાથે સાથે એફસી ગો એનમાં તે માલિકી ધરાવે છે. ફોર્બ્સ દ્વારા સૌથી લોકપ્રિય અને મોંધા એથલીટ તરીકે ફોર્બ્સ દ્વારા જે યાદી જાહેર કરવામાં આવી હતી તેમાં તે સ્થાન મેળવી ગયો હતો. વર્ષ ૨૦૧૮માં તે સમગ્ર વિશ્વમાં સૌથી પ્રભાવશાળી લોકોની યાદીમાં પણ સ્થાન મેળવી ગયો હતો. કોહલી પંજાબી હિન્દુ પરિવારમાં જન્મયો હતો. તેના પિતા પ્રેમ કોહલી ક્રિમીનલ લોયર તરીકે કામ કરતા હતા. તેની માતા સરોજ કોહલી હાઉસવાઇફ તરીકે રહી છે.
દિલ્હીના ઉત્તમ નગર વિસ્તારમાં વિરાટ કોહલી ઉછર્યો હતો. વિસાળ ભારતી પબ્લિક સ્કુલમાં ગયો હતો. જાહેરાતની દુનિયામાં તે આજે વિશ્વની મોટી મોટી કંપનીઓ સાથે કામ કરી રહ્યો છે. કેટલીક કંપનીઓ સાથે તો તે મહાકાય સમજુતી ધરાવે છે. કમાણીના મામલે અને લોકપ્રિયતાના મામલે પણ તે સૌથી આગળ રહ્યો છે.