• સ્કોડાએ સંપૂર્ણ નવી કોડિયાકની ડિલિવરીઓ શરૂ કરીઃ ઉત્તમ યુરોપિયન ટેકનોલોજી અને લક્ઝરી પ્રદર્શિત કરે છે.
• 2.0 TSI એન્જિન થકી ટર્બોચાર્જડ રોમાંચ પ્રદાન કરે છે, જે સેવન- સ્પીડ ડ્યુઅલ ક્લચ DSG ટ્રાન્સમિશન સાથે 150kW પાવર અને 320Nm ટોર્ક પ્રદાન કરે છે.
• નવી પેઢીની કોડિયાક હવે ભારતભરમાં સ્કોડા ઓટોની 280+ ડીલરશિપ ખાતે ટેસ્ટ ડ્રાઈવ માટે ઉપલબ્ધ છે.
• કિંમતો રૂ. 46.89 લાખથી શરૂ થાય છે (એક્સ- શોરૂમ).
મુંબઈ : સ્કોડા ઓટો ઈન્ડિયા દ્વારા ભારતમાં 25 વર્ષ અને વૈશ્વિક સ્તરે 130 વર્ષની ઉજવણી કરવામાં આવી રહી હોઈ સંપૂર્ણ નવી સ્કોડા કોડિયાકની ગ્રાહક ડિલિવરીઓ શરૂ કરવામાં આવી રહી છે. દેશભરના ગ્રાહકો આજથી લક્ઝરી 4×4 SUV અનુભવી શકે છે. સંપૂર્ણ નવી, બીજી પેઢીની કોડિયાક ઓફફ-રોડ ક્ષમતાઓ અને સેવન- સીટ વર્સેટાલિટી સાથે મનોહર યુરોપિયન ડિઝાઈનને જોડતાં સ્કોડાની કળાકારીગરી અને ટેકનોલોજિકલ ઉત્કૃષ્ટતાની ખૂબીઓ આળએખિત કરે છએ. ફ્લેગશિપ સંપૂર્ણ નવી સ્કોડાના લોન્ચ સાથે સ્કોડા ઓટોએ તાજેતરમાં રજૂ કરાયેલી કાયલેક અને બહુ વખણાયેલી કુશાક રજૂ કરવા સાથે તેની લાઈન-અપમાં SUVની ટ્રિનિટી પૂર્ણ કરીને ભારતમાં તેનો પોર્ટફોલિયો મજબૂત બનાવ્યો છે.
સ્કોડા ઓટો ઈન્ડિયાના બ્રાન્ડ ડાયરેક્ટર આશિષ ગુપ્તાએ જણાવ્યું હતું કે, “સંપૂર્ણ નવી કોડિયાક અસમાંતર લક્ઝરી, સેવન- સીટ વર્સેટાલિટી અને 4×4 ક્ષમતાઓ સાથે એકત્રિત અચૂક એન્જિનિયરિંગનો ઉત્તમ સુમેળ છે. તેની રજૂઆત કરવામાં આવી ત્યારથી પ્રતિસાદ બહુ જ પ્રોત્સાહનજનક છે અને દેશભરમાં આજથી ગ્રાહક ડિલિવરીઓ શરૂ કરવાની અમને બેહદ ખુશી છે. સ્કોડા ઓટો ઈન્ડિયા માટે બ્રાન્ડ ડાયરેક્ટર તરીકે તાજેતરમાં ભૂમિકા સંભાળતાં ભારતમાં અમારી વૃદ્ધઇના પ્રવાસના આગામી તબક્કાને અમે આકાર આપી રહ્યા છીએ ત્યારે આ નવી પેઢીના કોડિયાક મારા અને ટીમ માટે મહત્ત્વપૂર્ણ માઈલસ્ટોન છે.’’
લકઝરીની આગેવાની
સંપૂર્ણ નવી સ્કોડા કોડિયાક સેવન- સીટ વર્સેટાલિટી, 4×4 ક્ષમતાઓ અને ARAI દ્વારા રેટિંગ અનુસાર 14.86 km/lની ઈંધણ કાર્યક્ષમતા પ્રદાન કરીને શક્તિશાળી, ટર્બોચાર્જડ 2.0 TSI અને સેવન- સ્પીડ DSGને જોડે છે. તેમાં 32.77-cm ઈન્ફોટેઈનમેન્ટ ડિસ્પ્લે, સેગમેન્ટમાં પ્રથમ જ્ઞાનાકાર સ્માર્ટ ડાયલ્સ, એર્ગો મસાજ સીટ્સ, 13 સ્પીકર કેન્ટન સાઉન્ડ સિસ્ટમ, પેનોરમિક સનરૂફ અને 9 એરબેગ છે. 1976 લિટર સુધી લગેજ સ્પેસ અને LED ક્રિસ્ટલિનિયમ હેડલેમ્પ્સ અને ખાસ સ્પોર્ટલાઈન તેમ જ L&K ડિઝાઈન એક્સેન્ટ્સ સહિત અજોડ નવા સ્ટાઈલિંગ સાથે સંપૂર્ણ નવી કોડિયાક લક્ઝરી SUVમાં નવું ધોરણ સ્થાપિત કરવા માટે સુસજ્જ છે.
વસાવવા જેવું પરિમાણ
સ્કોડા ઓટો ઈન્ડિયા કોડિયાકના માલિકો માટે કક્ષામાં અવ્વલ માલિકી અને જાળવણી સમાધાન પણ આપી રહી છે. આ સ્કોડા ફ્લેગશિપ 10 વર્ષના કોમ્પ્લિમેન્ટરી રોડ-સાઈડ આસિસ્ટન્સ અને સ્કોડા સુપરકેર પેકેજ સાથે 5-વર્ષ /125,000 kmની સ્ટાન્ડર્ડ વોરન્ટી પણ ઓફર કરે છે (જે પણ વહેલા આવે), જે પ્રથમ વર્ષ માટે ગ્રાહકોને વિના કોઈ ખર્ચે ઉપલબ્ધ છે.