યુરોપિયન ઓટોમોટિવ બ્રાન્ડમાં નંબર વન અને ગ્રાહક-કેન્દ્રિત અભિગમ ધરાવતી રેનોએ સંવર્ધિત ખાસિયતો સાથે મારેનો એપનું સંપૂર્ણપણે નવું વર્ઝન લોંચ કરવાની જાહેરાત કરી હતી. અપડેટ સાથે એપ હાલનાં ગ્રાહકો માટે સુલભ હોવાની સાથે સંભવિત ગ્રાહકો અને ઉત્સાહીઓ માટે બ્રાન્ડ સાથે જોડાણ પણ પ્રદાન કરે છે. એન્ડ્રોઇડ અને આઇઓએસ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ નવી માય રેનો એપએ એની સ્વાભાવિક ડિઝાઇનનો અભિગમ જાળવી રાખ્યો છે, જે યુઝર માટે અતિ અનુકૂળ છે.
માય રેનો એપનું નવું વર્ઝન હવે 90થી વધારે રોમાંચક અને નવીન ખાસિયતો ઓફર કરશે, જેની સૌથી મોટી એડિશન રેનોની પ્રભાવશાળી રેન્જ ડસ્ટર, ક્વિડ, લોજી અને કેપ્ટરને પ્રભાવશાળી બનાવે છે, જે મનપસંદ રેનો ડિલર સાથે નવા કાર માટે પૂછપરછ કરશે અને કારનું બુકિંગ ઓનલાઇન કરાવવાની સુવિધા આપશે. ભારતમાં ઇ-કોમર્સની સફળતાથી પ્રેરિત થઈને નવી માય રેનો હવે સંવર્ધિત ઇ-કોમર્સ મોડ્યુલની ખાસિયત ધરાવશે, જે પસંદગીનાં બજારોમાં ચોક્કસ ચીજવસ્તુઓ મેળવવાની શક્યતા સાથે રેનો એક્સેસરીઝ અને મર્ચન્ડાઇઝની હોમ ડિલિવરી માટે સક્ષમ બનાવશે. રેનો ઇન્ડિયા એન્ડ-ટૂ-એન્ડ ઇ-કોમર્સ વિભાવનામાં રેનો ગ્લોબલમાં પથપ્રદર્શક છે, જેનું ટેસ્ટિંગ એનું હાલનું વર્ઝન લોંચ થયું એ અગાઉ પસંદગીનાં શહેરોમાં થયું છે.
માય રેનો એપનું સંવર્ધિત વર્ઝન પણ પહેલી વાર પ્રસ્તુત થશે. ‘રેફર-એ-રેનો’ પ્રોગ્રામમાં ગ્રાહક મિત્રો અને સંબંધીઓને રેનો કાર ખરીદવાની ભલામણ કરી શકે છે અને રોમાંચક લાભ મેળવી શકે છે. અન્ય સંપૂર્ણ અપગ્રેડમાં રેનો ફાઇનાન્સ અને આધુનિક સર્વિસ કોસ્ટ એસ્ટિમેટર સાથે અતિ સરળ છતાં સુરક્ષિત એકાઉન્ટ ક્રિએટ કરવાની સાથે લોગિનની પ્રક્રિયા સામેલ છે. ઉપરાંત અનેક ખાસિયતો સામેલ છે. વર્ષ 2017માં લોંચ થયેલી રેનો એપનું સંવર્ધિત વર્ઝન માય રેનો એપ સાથે કંપની પાસે ગ્રાહકોની વેચાણ અને વેચાણ પછીની સેવાઓ એમ બંને જરૂરિયાતો પૂરી કરવા સોલ્યુશન છે.
માય રેનો એપ રેનોનાં ડિલર મેનેજમેન્ટ સિસ્ટમ (ડીએમએસ) રેનો કનેક્ટ સાથે જોડે છે, જે ડિલર્સને એપ મારફતે તમામ નાણાકીય વ્યવહારો માટે પ્રક્રિયામાં સાતત્યપૂર્ણ સંકલન કરવાની સુવિધા આપે છે ડીએમએસ ઇન્ટિગ્રેશન એપ પર ગ્રાહકો માટે સુરક્ષિત રજિસ્ટ્રેશન અને લોગિન પ્રક્રિયાઓને પણ સક્ષમ બનાવે છે. જોકે યુઝરને શ્રેષ્ઠ આપવા પ્રક્રિયા સરળ કરવામાં આવી છે. ડીએમએસ ઉપરાંત એપ રોડ સાઇડ આસિસ્ટન્સ, કસ્ટમર કેર, પેમેન્ટ ગેટવે, એસએમએસ અને ઇ-મેલ એન્જિન જેવી વિવિધ અન્ય સિસ્ટમમાંથી ઇન્ફોર્મેશનને પણ જોડે છે, જેનો ઉદ્દેશ ગ્રાહકોને નવા વાહનની પૂછપરછની રેન્જમાંથી વ્હિકલ ઑનરશિપ સાઇકલમાં બ્રાન્ડનો વિશિષ્ટ અનુભવ પ્રદાન કરવાનો છે. રેનો કારની સર્વિસ માય રેનો એપનાં નવા વર્ઝનમાં એનાં ગ્રાહકો માટે વધારે સુવિધા પ્રદાન કરે છે, જે ગ્રાહકોને સર્વિસનાં ખર્ચ પર નજર રાખવા સક્ષમ બનાવે છે. રેનોએ ફ્યુઅલ લોગ ફીચર પણ ઉમેર્યું છે, જે ગ્રાહકોને તેમની કારની ઇંધણની કાર્યદક્ષતા પર નજર રાખવા સક્ષમ બનાવે છે.
અગાઉનાં વર્ઝનની અન્ય ખાસિયતોને જાળવી રાખવામાં આવી છે, જેમાં વાહનની સર્વિસ હિસ્ટ્રીની સુલભતા, પર્સનલાઇઝ રિમાઇન્ડર્સ અને નોટિફિકશન, ઓનલાઇન સર્વિસ એપોઇન્ટમેન્ટ, વાહનો માટે ઇન્ટરેક્ટિવ યુઝર મેન્યુઅલ, ડિલરશિપની સરળ સુલભતા અને કસ્ટમર કેર, ડોક્યુમેન્ટ સ્ટોરેજ માટે ડિજિટલ વોલ્ટ અને સુવિધાજનક ઇ-પેમેન્ટ સુવિધા સામેલ છે.
રેનો ઇન્ડિયાએ પોતાનાં મજબૂત પોર્ટફોલિયો સાથે વેચાણ પછીની અને સેવાની પહેલોને વધારી છે, જેનો ઉદ્દેશ એનાં ગ્રાહકોને બ્રાન્ડની માલિકનો શ્રેષ્ઠ અનુભવ પ્રદાન કરવાનો છે. જ્યારે સંવર્ધિત પ્રોડક્ટ પોર્ટફોલિયો ભારતની રેનોની લાંબા ગાળાની કટિબદ્ધતાનાં ભાગરૂપે મુખ્ય રહેશે, ત્યારે રેનો ભારતનાં બદલાતાં ઓટોમોબાઇલ ક્ષેત્રમાં વેચાણ પછી અને સેવાનો અનુભવ આપવામાં મોખરે રહવાનો છે.