આગામી ત્રણ વર્ષોમાં તમામ મીટર સ્માર્ટ પ્રીપેડ હશે અને વિજળી બિલ તમારા ઘર સુધી પહેંચવાના દિવસે પુરૂ થઇ જશે. – તેમ ઉજ્રા રાજ્ય મંત્રી આર કે સિંહે વિદ્યુત મંત્રાલય દ્વારા આયોજીત મીટર નિર્માતાઓની બેઠકને સંબોધિત કરતાં જણાવ્યું હતું.
આવનારા વર્ષોમાં મીટરની માંગ વધવાની હોવાથી મીટર નિર્માતાઓને સ્માર્ટ મીટરનું ઉત્પાદન વધારવા માટે સલાહ આપવામાં આવી હતી. ઉપરાંત મંત્રાલયના અધિકારીઓને પણ સ્માર્ટ પ્રીપેડ મીટરને અનિવાર્ય બનાવવા માટે જરૂરી પગલા લેવા વિશે જણાવ્યું હતું.
આ કારણે વીજળી ક્ષેત્રમાં ક્રાંતિ આવશે અને નુક્શાન ઓછું થવાની સાથે વીજળી નિતરણ કંપનીઓની સ્થિતિ સુધરશે. ઊર્જા સંરક્ષણને પ્રોત્સાહન મળશે અને વિજ બિલ ચૂકવણીમાં સરળતા રહેશે.