ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ કર વિશે દરેક સામાન્ય વ્યક્તિ, ટ્રસ્ટ, એનજીઓ, કોર્પોરટસ તેમજ સિનિયર સિટિઝનોને ટેક્સ વિશે સંપૂર્ણ માહિતી એકજ પ્લેટફોર્મ પરથી મળી શકે તે હેતુથી ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ અને ઈન્ક્મ ટેક્સ બાર એસોસિએશન દ્વારા અમદાવાદમાં ૩ જી ટેક્સ કોન્ક્લેવ ૨૦૨૨ નું આયોજન તા. ૪ અને ૫ માર્ચના રોજ જે.બી ઓડિટોરિમ, અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં ઓલ ગુજરાત ફૅડરેશન ઓફ ટેક્સ કન્સલ્ટન્ટના એડવોકેટ કાર્તિકે બી. શાહ (પ્રેસિડેન્ટ), એડવોકેટ હિરેન આર. વકીલ, એડવોકેટ ધીરેશ ટી. શાહ (ચેરમેન), એડવોકેટ ધ્રુવેન વી. શાહ (કો-ચેરમેન, કોન્ફેરન્સ), આશુતોષ ઠક્કર (કન્વેનર ઓફ કોન્ફ્રન્સ), તેમજ ઈન્ક્મ ટેક્સ બાર એસોસિએશનના એડવોકેટ મૃદાંગ એચ વકીલ (પ્રેસિડેન્ટ), સીએ શ્રીધર કે શાહ (સેક્રેટરી), સીએ સાથે બીજા ઘણા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
ઇનોગ્રેશન 4થી માર્ચ, 2022ના રોજ જી.એસ.પન્નુ (પ્રેસિડેન્ટ, ITAT) દ્વારા કરવામાં આવ્યું હતું , અને 5મી માર્ચે માનનીય ન્યાયાધીશ બેલાબેન ત્રિવેદી (સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા) દ્વારા કરવામાં આવશે.
આ ૨ દિવસીય કોન્ક્લેવમાં કર ન્યાયશાસ્ત્ર અને ઈ-પ્રક્રિયાના યુગમાં તેની સુસંગતતા અને આ બદલાવના સંજોગોમાં કર મુકદ્દમાનું ભવિષ્ય, વાસ્તવિક પુસ્તકો દ્વારા ઓનલાઈન પ્રસ્તુતિ, આવકવેરા અને જીએસટી વચ્ચેના વિવાદો, બિન-નિવાસીઓને ચૂકવણી માટે ટીડીએસ જોગવાઈઓ અને નિવાસી વ્યવહારો માટે ટીડીએસ વિ ટીસીએસ ઈન્ટરપ્લે,GST હેઠળ શોધ અને સર્વેની સત્તા,પરોક્ષ કર મિક્સબેગના મુદ્દાઓ પર પેનલ ચર્ચા જેવા મૂકી વિષયો પર યોજાશે.
આ કોન્ક્લેવ વિશે વાત કરતા મૃદાંગ વકીલ (પ્રેસિડેન્ટ, ઈન્ક્મ ટેક્સ બાર એસોસિએશન) દ્વારા જણાવામાં આવ્યું હતું કે, દર વર્ષે અમે માર્ચના પ્રથમ સપ્તાહમાં ફૅડરેશન અંતર્ગત હમે આ કોકલેવનું આયોજન કરીયે છીએ. આ વખતે આ ૩જી કોન્ક્લેવ છે. જેમાં સમગ્ર ભારતમાંથી લોકો ઉપસ્થિતઃ રહેશે. ઈન્ક્મટેક્સ બાર એસોસિએશનની સ્થાપના ૧૯૪૭ માં કરવામાં આવી હતી. જે છેલ્લા ૭૫ વર્ષ થી કાર્ય કરી રહી છે. આ કાર્યક્રમ માં સમગ્ર ગુજરાતમાંથી ૨૫૦ થી વધારે પ્રોફેશનલ જોડાયા છે. આ કોન્ક્લેવથી આ ઇન્ડસ્ટ્રીમાં જોડાયેલ દરેક લોકોને પોતાના ક્લાઈન્ટ સાથે કઈ રીતે કામ કરવું તે સરળતાથી થઈ શકે છે.