દિલ્હીની હવા સતત ઝેરીલી થતી જઈ રહી છે અને હવે રાષ્ટ્રીય રાજધાનીની વાયુ ગુણવત્તા સૂચકાંક અતિ ગંભીર શ્રેણીમાં પહોંચવાની નજીક છે, ત્યારે આવી ખતરનાક હાલતને જોતા વાયુ ગુણવત્તા પ્રબંધન આયોગે ગુરુવારે દિલ્હી અને આજૂબાજૂના વિસ્તાર એનસીઆર જિલ્લામાં ડીઝલવાળા ફોર વ્હીલર્સ વાહનોને ચાલવા અને રાષ્ટ્રીય રાજધાનીમાં ટ્રકના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો છે. CAQM સાથે જ દિલ્હી-એનસીઆરમાં બગડી રહેલી ગુણવત્તાને જોતા ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાનના ચોથા તબક્કા અંતર્ગત કેટલાય ઉપાયો લાગૂ કરવાનો ર્નિણય કર્યો છે. ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાનના અંતિમ તબક્કા અંતર્ગત પ્રદૂષણ વિરોધી ઉપાયોનો ભાગ તરીકે આ પગલું ઉઠાવ્યું છે. સીએક્યૂએમ દ્વારા જાહેર કરવામાં આવેલા એક આદેશ મુજબ, બીએસ ૬વાળા વાહનો અને જરુરી તથા ઈમરજન્સી સેવામાં ઉપયોગ લેવાતા વાહનોને છૂટ આપવામાં આવી છે.
આદેશમાં એવું પણ કહેવાયુ છે કે, રાજ્ય સરકાર શૈક્ષણિક સંસ્થાઓને બંધ કરીને બિન ઈમરજન્સી, કોમર્શિયલ ગતિવિધિયો અને સમ વિષમના આધાર પર વાહનોને ચાલવાનો ર્નિણય લઈ શકે છે. ત્યારે આવા સમયે દિલ્હીમાં ૩ લાખ ડીઝલવાળા હળવા વાહનો છે. જે બીએસ-વીઆઈ નિયમોનું પાલન નથી કરતા, જેના પર રોક લગાવી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો ઘરેથી કામ કરવાની મંજૂરી પર ર્નિણય લઈ શકે છે. દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાય રાયે ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાનના અંતિમ તબક્કા અંતર્ગત પ્રદૂષણકારી ગતિવિધિઓ પર પ્રતિબંધ લાગૂ કરવાને લઈને આજે શુક્રવારે એક ઉચ્ચ સ્તરિય બેઠક બોલાવી છે. દિલ્હીમાં કાલે ૨૪ કલાકમાં સરેરાશ વાયુ ગુણવત્તા સૂચકાંક ૪૫૦ નોંધાઈ છે, જે અતિ ગંભીર શ્રેણીમાં પહોંચવાની નજીક છે. દિલ્હીનું પીએમ ૨.૫ પ્રદૂષણમાં પરાલી સળગાવવાની ભાગીદારીથી ગુરુવારે વધીને ૩૮ ટકા થઈ ગયું છે, જે અત્યાર સુધીમાં આ વર્ષનું સૌથી વધારે છે. પંજાબમાં પરાલી સળગાવવાની ઘટનાઓમાં વધારો અને અનુકૂળ પરિવહન સ્તરીય હવાની ગતિના કારણે આવું થયું છે.
 


 
                                 
                              
		 
		 
		 
		 
		 
		 
		