ભારત સરકાર હાલમાં રમતના ક્ષેત્રમાં જંગી રકમ ખર્ચ કરી રહી છે. એકલા નિશાનેબાજી પર ૨૦૦ કરોડ રૂપિયા ખર્ચ કરવાની જાગવાઇ કરી છે. આ ઉપરાંત બેડમિન્ટન, બોક્સિંગ, કુસ્તી અને નિશાનેબાજી પર પણ જંગી નાણાં ખર્ચ કરવામાં આવી રહ્યા છે. મોદી સરકાર છેલ્લા કેટલાક વર્ષોથી રમતગમતને ખાસ પ્રાથમિકતા આપી રહી છે. જુદા જુદા રાજ્યોમાં જુદી જુદી રમતનને લઇને નવા નવા આયોજન કરવામાં આવી રહ્યા છે. ખેલો ઇન્ડિયા જેવા કાર્યક્રમ પણ યોજાઇ રહ્યા છે. આવનાર સમયમાં ભારતના ખેલાડીઓ જુદી જુદી રમતમાં વધુ ગૌરવ અપાવશે તેમાં કોઇ બે મત નથી.
કારણ કે તમામ જરૂરી સુવિધા ભારતીય ઉભરતા ખેલાડીઓને આપવામાં આવી રહી છે. જેમાં મુળભુત સુવિધાની સાથે સાથે નિષ્ણાંત અને ટોપ સ્તરના કોચ અને જરૂરી સાધનોનો સમાવેશ થાય છે. ભારતીય ખેલાડીઓ પાસેથી ચન્દ્રકોની આશા એટલા માટે પણ વધી ગઇ છે કે સરકારના સ્તર પર ખેલાડીઓને ક્યારેય અગાઉ આ પ્રકારની સહાયતા અને મદદ મળી ન હતી. સરકારના સ્તર પર હજુ સુધીની સૌથી મોટી સહાયતા મળી રહી છે. નિષ્ણાંતોની ટીમોએ એવ ખેલાડીઓ અને ખેલોની ઓળખ કરી છે જેમાં ભારતીય ખેલાડીઓ વિશ્વ સ્તરના દેખાવને કરીને ભારતનુ ગૌરવ વધારી શકે છે.
એવા ખેલ અને ખેલાડીઓની ઓળખ કરી લેવામાં આવી છે જે ટોકિયોમાં ભારતને ચન્દ્રક અપાવી શકે છે. આ ઓળખ કરવાની પ્રક્રિયા આજથી નહીં બલ્કે વર્ષ ૨૦૧૪થી ચાલી રહી છે. આ ઓળખની સાથે સાથે વિશ્વ સ્તરની ટ્રેનિંગ પણ આપવામાં આવી રહી છે. વિશ્વ સ્તરની ટ્રેનિંગની સાથે સાથે ખેલાડીઓને માનસિક અને વૈજ્ઞાનિક રીતે પણ તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ સિલસિલો પણ વર્ષ ૨૦૧૪થી જ ચાલી રહ્યો છે.