નવી દિલ્હી : ચાંદની ચોકમાંથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અલકા લાંબા કોંગ્રેસમાં પરત ફરવા માટે ઈચ્છુક છે. કોઈપણ શરત વગર અલકા લાંબાની કોંગ્રેસમાં એન્ટ્રી થઈ શકે છે. કોંગ્રેસે પણ કહ્યું છે કે કોઈપણ શરત વગર તેમની પાર્ટીમાં વાપસી થશે. સૌથી પહેલા કોંગ્રેસ પાર્ટીમાં અલકા લાંબા સામેલ થશે. ત્યારબાદ આમ આદમી પાર્ટીના કેટલાક અન્ય ધારાસભ્યો પાર્ટીમાં પરત ફરી શકે છે. આને લઈને કોંગ્રેસના નેતાઓ અને આમ આદમી વચ્ચે વાતચીત ચાલી રહી છે.
આમ આદમી પાર્ટને નબળી પાર્ટી તરીકે ગણાવીને અલકા લાંબાએ આકરા પ્રહાર કર્યા છે. આમ આદમી પાર્ટીના નેતૃત્વ દ્વારા ૨૧મી ડિસેમ્બર બાદથી અલકા સાથે કોઈ વાતચીત કરી નથી. કેટલાક મામલાઓને લઈને પાર્ટી નેતા અરવિંદ કેજરીવાલ, મનિષ સિસોદીયા અને ગોપાલ રાયને મળવાની ઈચ્છા અલકા લાંબાએ વ્યક્ત કરી હતી પરંતુ અલકા લાંબાને સમય અપાયો ન હતો. અલકા અને કેટલાક અન્ય ધારાસભ્યો ઈચ્છે છે કે પાર્ટી નેતૃત્વ તેમની બાબતોને ગંભીરતા પૂર્વક સાંભળે. કોંગ્રેસમાં ૨૦ વર્ષ સુધી રહીને અલકા લાંબા પાર્ટીની સેવા કરી ચુકી છે.