નીતુ કપૂરની બર્થડે પાર્ટીમાં આલિયાની ગેરહાજરી

News KhabarPatri
By News KhabarPatri 1 Min Read

નીતુ કપૂરની બર્થડે પર આલિયા ભટ્ટ અને રણબીર કપૂર પેરિસ જશે તેવી ચર્ચાએ જોર પક્ડ્યુ હતુ. ત્યારે રણબીર તો પેરિસ પહોંચી ગયો પરંતુ આલિયાની ગેરહાજરી હતી. ઋષિ કપૂરનો પરિવાર જ આ પાર્ટીમાં સામેલ હતો. ઋષિ કપૂર, નીતુ કપૂર, રણબીર કપૂર, રિદ્ધિમા કપૂર અને તેના પતિ તથા દીકરી પણ હાજર હતા. ઋષિ કપૂરની માતા પણ આ પાર્ટીમાં હતા.

નીતુ કપૂરની બર્થ ડે પાર્ટીની તસવીરો વાઇરલ થઇ હતી. જેમાં એક વિડીયો પણ વાઇરલ થયો છે. તે વિડીયોની અંદર નીતુની દીકરી રિદ્ધિમા કેન્ડલ આકારની કેક લઇને આવી રહી છે. આખો પરિવાર હેપ્પી બર્થ ડે કહીને નીતુને વિશ કરી રહ્યુ છે. ત્યારબાદ બધાએ ડિનર લીધુ હતુ.

આલિયા ભટ્ટ પણ નીતુ કપૂરના જન્મદિને હાજર રહેશે તેવુ લાગી રહ્યુ હતુ પરંતુ આલિયાની ગેરહાજરીએ લોકોને ચોંકાવી દીધા હતા. આ સેલિબ્રેશન ડબલ સેલિબ્રેશન હતુ. નીતુનો જન્મદિવસ અને સંજુની સક્સેસ પાર્ટી. રણબીરની એક્ટિંગને ફેન્સ તેમજ બોલિવુડના સિતારાઓએ પણ વખાણી હતી.

Share This Article