હાલમાં આલિયા ભટ્ટ તેની ફિલ્મ રાઝીને લઇને ચર્ચામાં છે. તેની ફિલ્મે બોક્સઓફિસ પર ખૂબ સારો દેખાવ કર્યો છે. ફિલ્મમાં તે એકલી મોટી સ્ટાર છે અને તેમ છતાં ફિલ્મે ખૂબ સારી કમાણી કરી લીધી છે.
રાઝી સિવાય આલિયા હમણા એક બીજા રીઝનને કારણે પણ ચર્ચામાં છે, તેણે હમણાં જ કહ્યું હતુ કે રણબીર તેનો ક્રશ છે અને તેની સાથે લગ્ન કરવા પણ તૈયાર છે. રણબીરે પણ આ વાતને સાંભળી છે. રણબીર કપૂર પ્રત્યા ક્રશ રાખનારી આલિયાએ બાળકોના નામ પણ વિચારી લીધા છે.
એક ઇન્ટરવ્યૂમાં આલિયાએ કહ્યું કે તેણે બાળકોના નામ પણ વિચારી લીધા છે. બે-ત્રણ નામ તેને ગમ્યા પણ છે. આલિયાએ જણાવ્યુ હતુ કે ખબર નહી કેમ પણ તેને આજકાલ બાળકોના નામમાં દિલચસ્પી થવા લાગી છે. તે એકદમ ધ્યાનથી બાળકોના નામ સાંભળે છે. તેમાં ઘણા નામ એવા પણ હોય છે જે તેણે ક્યારેય ના સાંભળ્યા હોય. આલિયાના જણાવ્યા પ્રમાણે તેને એવુ લાગે છે કે બહાર તેને બધા લોકો બાળકની જેમ ટ્રીટ કરે છે, પરંતુ ઘરમાં તેને બાળકની જેમ કોઇ ટ્રીટ નથી કરતું. તેની દોસ્તી હંમેશા તેનીથી મોટી ઉંમરની વ્યક્તિ સાથે જ થઇ છે.
આલિયાએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યુ હતુ કે તેને ખબર છે બધા તેને અને રણબીરને લઇને ચર્ચા કરે છે. તેને આવી વાતોથી કોઇ ફર્ક નથી પડતો. આ બધી બાબતને તેણે બકવાસ ગણાવી છે.