અલીગઢમાં અઢી વર્ષની બાળકીની કરપીણ હત્યા

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

અલીગઢ : ઉત્તર પ્રદેશના અલીગઢમાં અઢી વર્ષની માસુમ બાળકીની ઘાતકી હત્યા કરવામાં આવ્યા બાદ ખળભળાટ મચી ગયો છે. આને લઈને ઉત્તર પ્રદેશની સાથે સાથે દેશના અન્ય ભાગોમાં પણ નારાજગી પ્રવર્તી રહી છે. હત્યારાઓને અતિ કઠોર સજા કરવાની માંગ કરવામાં આવી છે. બીજી બાજુ પરિવારના લોકો ભારે આઘાતમાં દેખાઈ રહ્યા છે. બાળકીના માતાનું કહેવુ છે કે, કોઈ કાર્યવાહી ન થવાના કારણે દોષીતો મજબુત સ્થિતિમાં આવી રહ્યા છે.

બીજી બાજુ આને લઈને પોલીસ સામે કાર્યવાહી કરવામાં આવી છે. કેસના સંદર્ભમાં પહેલાથી જ બે લોકોની ઘરપકડ કરવામાં આવી ચુકી છે. પાંચ પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરી ચુકવામાં આવ્યા છે. બાળકીની હત્યા કરવામાં આવ્યા બાદ આને લઈને સોશિયલ મીડિયામાં પણ ભારે હોબાળો મચી ગયો છે. કેન્દ્રની મોદી સરકાર અને પ્રદેશની યોગી સરકારને દોષીતોને કાર્યવાહી કરવા કહેવામાં આવ્યું છે.

Share This Article