નિતૂ કપૂરના બર્થ ડે માટે આલિયાએ લીધી રજા

News KhabarPatri
By News KhabarPatri 1 Min Read

રણબીર કપૂર હાલમાં તેની ફિલ્મ સંજૂના પ્રમોશનમાં વ્યસ્ત છે. જ્યારે આલિયા તેની આગામી ફિલ્મ કલંકના શૂટિંગમાં વ્યસ્ત છે. બંને સ્ટાર જુલાઇના પહેલા મહિનામાં રજા લઇને પેરિસ જવાના છે. નીતૂ સિંઘે પોતાની બર્થ ડે પાર્ટી પેરિસમાં રાખી છે. આલિયા અને રણબીર બંને આ પાર્ટીમાં ભાગ લેવા માટે જવાના છે.

આલિયા ભટ્ટ પહેલા બીઝી હોવાને કારણે પાર્ટીમાં નહોતી જવાની, પરંતુ બાદમાં તેણે શૂટિંગમાંથી રજા લઇ લીધી અને રણબીર સાથે તેની થનાર સાસુની બર્થ ડે પાર્ટીમાં જશે. રણબીર કપૂરે પણ સંજુની ટીમ પાસેથી એક અઠવાડિયાની રજા લઇ લીધી છે. રણબીર અને આલિયાએ ઓફિશીયલી રજા બાબતે કોઇ ખુલાસો કર્યો નથી, પરંતુ બંનેની રજાનું શેડ્યુઅલ જોઇને એવુ જ લાગી રહ્યુ છે કે નિતૂ કપૂરની બર્થ ડે પાર્ટીમાં જવા માટે બંને સાથે જ રવાના થશે.

રણબીર ને આલિયા એકબીજાને પસંદ કરે છે તે વાત બંનેએ કબૂલી લીધી છે. હવે ટૂંક સમયમાં બંને એકબીજા સાથે પ્રેમ છે તે વાતને પણ લીલી ઝંડી આપી દેશે. 29 જૂને રણબીરની ફિલ્મ સંજૂ રિલીઝ થવાની છે.

Share This Article