આલિયાએ રણબીર સાથે શૂટ કરવાની કહી “ના”

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

આલિયા ભટ્ટ અને રણબીર કપૂરનો સંબંધ હવે જગજાહેર થઇ ગયો છે. સોનમના લગ્ન વખતથી આલિયા અને રણબીર બંન્ને ચર્ચામાં છે. આલિયા અને રણબીરની દરેક હરકત પર મિડીયાની નઝર છે. બંને જણા અવારનવાર સાથે દેખાયા કરે છે.

હાલમાં જ એક એડ માટે બંનેને ઓફર થઇ હતી. જેમાં આલિયા અને રણબીર કપૂરને સાથે એક્ટ કરવાનું હતું, પરંતુ આલિયાએ રણબીર સાથે આ એડ કરવા માટે મનાઇ ફરમાવી દીધી હતી. કરન જોહરે આલિયાને આમ કરવાનું કહ્યું હતું. કારણકે તેનું માનવુ એવુ છે કે આલિયા અને રણબીરના સંબંધને હાલ વધારે પડતો સામે લાવવો યોગ્ય નથી. કારણકે બ્રહ્માસ્ત્ર નામની ફિલ્મમાં આલિયા અને રણબીર સાથે કામ કરી રહ્યાં છે. જ્યારે આલિયા અને રણબીરના સંબંધને વધારે એક્સ્પોઝર આપવામાં આવશે ત્યારે તેનો ફાયદો ફિલ્મને થશે. માટે કરને જ આલિયાને આમ કરવા માટે ના પાડી છે.

2019ના ઓગસ્ટમાં બ્રહ્માસ્ત્ર રિલીઝ થશે, ત્યારે આ સંબંધને જાહેર કરવાથી ફિલ્મને ફાયદો થશે. કરન જોહરની આ વાત હવે કેટલી સાચી પડે છે, તે સમય જ બતાવશે.

Share This Article