આલિયા નંબર વન દિપીકા-પ્રિયંકાને છોડી પાછળ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

મહેશ ભટ્ટની દીકરી આલિયા ભટ્ટ જ્યારે બોલિવુડમાં આવી ત્યારે ચર્ચા હતી કે એક સ્ટાર કિડ હોવાથી તેને આ ચાન્સ મળ્યો છે. આલિયાએ સાબિત કરી બતાવ્યુ છે કે તે ફક્ત સ્ટાર કિડ હોવાને કારણે સફળ નથી થઇ, પરંતુ તેનામાં એક્ટિંગ ભરપૂર ભરેલી છે. આલિયાએ ફિલ્મ રાઝી દ્વારા સાબિત કરી બતાવ્યુ છે. રાઝી 100 કરોડ ક્લબમાં સામેલ થઇ ગયુ છે.

તેના લૂક્સ, સ્ટાઇલ અને એક્ટિંગને લીધે યુવાઓની પહેલી પસંદ બની ગઇ છે. આલિયા હાલમાં મોસ્ટ એંગેજીંગ એક્ટ્રેસ ઓફ બોલિવુડ બની ગઇ છે. આલિયા ભટ્ટ પૂરા 100 નંબર સાથે છવાઇ ગઇ છે. અત્યાર સુધી પ્રિયંકાને મોસ્ટ એંગેજીંગ એક્ટ્રેસ ઓફ બોલિવુડ માનવામાં આવતી હતી. હવે તેનું સ્થાન આલિયાએ છીનવી લીધુ છે. આ લિસ્ટમાં 89 નંબરથી અનુષ્કા શર્મા બીજા નંબરે છે. ત્યારબાદ દીપિકા પાદુકોણ છે અને ત્રીજા નંબર પર જેકલિન છે. પ્રિયંકા ચોપરા પાંચમા નંબરે છે.

આલિયા નંબર વન બની તેના ઘણા કારણ દર્શાવાઇ રહ્યાં છે. જેમકે સોનમના લગ્નમાં તેની સ્ટાઇલ, રણબીર કપૂર સાથે તેના રિલેશનશિપની ખબરો, અમિતાભ બચ્ચન સાથે ટ્વિટર કનવર્ઝેશન. પરંતુ આલિયા હવે ટ્વિટર પર મોસ્ટ એંગેજીંગ એક્ટ્રેસ ઓફ બોલિવુડ બની ગઇ છે.

Share This Article