રણબીર ફ્રેન્ડ કરતા પણ વધુ હોવાની આલિયાની કબુલાત

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઇ : બોલિવુડમાં યુવા પેઢીના સૌથી લોકપ્રિય અભિનેતા રણબીર કપુરના આલિયા ભટ્ટ સાથે સંબંધોને લઇને ભારે ચર્ચા છે. રણબીર કપુર સાથે પોતાના પ્રેમ સંબંધોને લઇને છેલ્લા કેટલાક દિવસથી હેવાલ આવી રહ્યા છે ત્યારે હવે આલિયા ભટ્ટે પણ સંબંધના મામલે ખુલાસો કર્યો છે.

આલિયા ભટ્ટે કહ્યુ છે કે તે રણબીર કપુરની ખુબ નજીક છે. પ્રેમ સંબંધો અંગે પુછવામાં આવતા શરૂઆતમાં આલિયાએ પ્રશ્નને ટાળવાનો પ્રયાસ કર્યો હતો. જા કે અંતે આલિયાએ કહ્યુ હતુ કે રણબીર કપુર સાથે તેના સંબંધ ફ્રેન્ડ કરતા વધારે છે. આલિયાએ કહ્યુ હતુકે રણવીર સિંહ સાથે તેના કોઇ લિંક અપ નથી. તેનુ કહેવુ છે કે રણબીર કપુરની સાથે તે એક ફિલ્મમાં પણ કામ કરી રહી છે. રણબીર સાથે સંબંધોને લઇને વારંવાર અહેવાલ આવી રહ્યા છે તે અંગે પુછવામાં આવતા આલિયાએ પરોક્ષ રીતે સંબંધ હોવાની કબુલાત કરી હતી.

અફેયરના હેવાલ હમેંશા હાસ્યાસ્પદ અને આનંદ આપે છે. પહેલા પણ તેના સંબંધો જુદા જુદા કલાકારો સાથે હોવાના હેવાલને લઇને આવતા રહ્યા છે. બોલિવુડમાં તમામ કલાકારો તેમની પ્રશંસા કરી રહ્યા છે. આશાસ્પદ આલિયા પોતાની કેરિયરની શરૂઆત કરણ જાહરની ફિલ્મ મારફતે કર્યાબાદથી સતત સફળ સાબિત થઇ રહી છે. સ્ટુડન્ટ ઓફ ધ યર મારફતે તેની કેરિયર શરૂ થઇ હતી. વરૂણ ધવન અને સિદ્ધાર્થ મલહોત્રા દ્વારા પણ આ ફિલ્મ મારફતે કેરિયર શરૂ કરવામાં આવી હતી.

Share This Article