આલિયા અને રણબીર કપુર ફરી એકવાર કામ પર પરત

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઇ :  રણબીર કપુર અને આલિયા ભટ્ટ પોતાની ફિલ્મને લઇને ફરી એકવાર કામ પર આવી ગયા છે. પોતાની એક્શન અને ફેન્ટાસી ફિલ્મના સોંગ અને સિક્વન્સ પર શુટિંગ હવે મુંબઇમાં હાથ ધરવામાં આવનાર છે.ન્યુયોર્કમાં વિતેલા વર્ષોના સુપરસ્ટાર અને અભિનેતા રિશિ કપુર સાથે સમય ગાળ્યા બાદ રણબીર કપુર અને આલિયા ભટ્ટ હવે સ્વદેશ પરત ફર્યા છે. આની સાથે જ બ્રહ્યાસ્ત્ર માટેનુ શુટિંગ પણ શરૂ કરવામાં આવ્યુ છે.

ન્યુયોર્કમાં હાલમાં રિશિ કપુર સારવાર લઇ રહ્યા છે. સોમવારના દિવસે ફિલ્મનુ શુટિંગ ફરી હાથ ધરવામાં આવ્યુ હતુ. હવે ઉપનગરીય સ્ટુડિયોમાં આગામી દસ દિવસ સુધી શુટિંગ ચાલનાર છે. ભવ્ય સેટ તૈયાર કરવામાં આવી ચુક્યા છે. સેટ પર રહેલા સુત્રોએ કહ્યુ છે કે કેટલાક એક્શનની સાથે હવે ફિલ્મના ગીતોનુ શુટિંગ કરવામાં આવનાર છે. આગામી થોડાક દિવસ શુટિંગ ચાલનાર છે. સોમવારના દિવસે નાઇટમાં શુટિંગ કરવામાં આવનાર છે.

નિર્દેશક અયાન મુખર્જી અને આલિયા ભટ્ટ રવિવારના દિવસે કોરિયોગ્રાફર બોસ્કો માર્ટિસને મળ્યા હતા. બંને કલાકારોએ ડાન્સ રિહર્સલ પ્રક્રિયા હાથ ધરી હતી. બ્રાન્દ્રા ખાતે સ્ટુડિયોમાં શુટિંગ હાથ ધરવામાં આવનાર છે. રણબીરે જીમમાં કસરત કરી હતી. તે આલિયા સાથે હવે શુટિંગ કરનાર છે. ફિલ્મમાં અમિતાભ બચ્ચનની પણ ટુંકી ભુમિકા રહેલી છે. ઉપરાંત નાર્ગાજુન અને ડિમ્પલ કાપડિયા પણ કામ કરનાર છે. ફિલ્મમાં મૌની રોય વિલન તરીકેની ભૂમિકા અદા કરી રહી છે. ફિલ્મને લઇને મોટા ભાગનુ શુટિંગ આ વર્ષની શરૂઆતમાં બલ્ગારિયામાં પૂર્ણ કરી લેવામાં આવ્યુ છે. આલિયા ભટ્ટ અને રણબીર કપુર હાલમાં એકબીજાના પ્રેમમાં હોવાના હેવાલ પણ મળી રહ્યા છે.  ટુંક સમયમાં જ લગ્નની જાહેરાત કરવામાં આવી શકે છે.

Share This Article