આલિયા ભટ્ટ મારું બ્રહ્માસ્ત્ર : કરણ જાેહર

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મેરેજ બાદ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની જાેડી પહેલી વાર બ્રહ્માસ્ત્રમાં સાથે જાેવા મળશે. રણબીરે ફિલ્મમાં શિવા અને આલિયાએ ઈશાનો રોલ કર્યો છે. ફેન્ટસી ટ્રાયોલોજીની આ પહેલી ફિલ્મ છે અને તેમાં અમિતાભ બચ્ચન, મૌની રોય તથા નાગાર્જુન પણ મહત્ત્વના રોલમાં છે. ભગવાન શિવ અને તેમના અમોઘ શસ્ત્ર બ્રહ્માસ્ત્રની માઈથોલોજી આધારિત આ ફિલ્મનું ટીઝર આલિયાએ સોશિયલ મીડિયા પર શેર કર્યું હતું.

આ પોસ્ટના રિસ્પોન્સમાં કરણ જાેહરે આલિયાના ભરપૂર વખાણ કર્યા હતા અને તેને પોતાનું બ્રહ્માસ્ત્ર ગણાવી હતી. આલિયાએ કેપ્શનમાં લખ્યું હતું કે, માત્ર ૧૦૦ દિવસમાં બ્રહ્માસ્ત્રઃ પાર્ટ ૧ તમારી પાસે આવી જશે.  ફિલ્મ મેકર રાજામૌલિ સાથેની ફિલ્મના પ્રમોશન માટે મંગળવારે રણબીર કપૂર વિશાખાપટ્ટનમ ગયો હતો. સાઉથની ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મોટું સેન્ટર ગણાતા વિશાખાપટ્ટનમમાં રણબીરનું ભવ્ય સ્વાગત થયું હતું.

ફેન્સે રણબીરના સ્વાગત માટે એટલો મોટો હાર મંગાવ્યો હતો કે, તેને પહેરાવવા ક્રેનની મદદ લેવામાં આવી હતી. રાજામૌલિની ફિલ્મની સાથે રણબીરની બ્રહ્માસ્ત્રના પ્રમોશન માટેનો માર્ગ પણ સરળ થયો હતો. એપ્રિલ મહિનામાં આલિયાના બર્થ ડે પર કરણ જાેહરે બ્રહ્માસ્ત્રનું પહેલું પોસ્ટર શેર કર્યું હતું. કેપ્શનમાં કરણે આલિયાની ટેલેન્ટ માટે રીસ્પેક્ટ અને પ્રેમ સાથે કરિયરમાં ઈનક્રેડિબલ ગ્રોથ માટે અભિનંદન આપ્યા હતા.

કરણે લખ્યુ હતું કે, ૧૦ વર્ષ અગાઉ તેમને ખબર ન હતી કે, આલિયા તેમનું બ્રહ્માસ્ત્ર બનશે. આ એવું બ્રહ્માસ્ત્ર છે, જે પ્રેમ અને બહુ બધી ખુશીઓનું હથિયાર છે.   ફિલ્મના ટીઝરમાં મૌની રોય અસુરના રોલમાં જાેવા મળે છે, જ્યારે સરપ્રાઈઝ ફેક્ટર શાહરૂખ ખાન છે. એક સીનમાં લાંબા વાળ સાથેની પીઠ જાેવા મળે છે. શાહરૂખે પઠાણમાં જે લૂક શેર કર્યો હતો, તેવો જ લૂક જાેવા મળે છે. શાહરૂખનો બ્રહ્માસ્ત્રમાં કેમિયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે ત્યારે ફિલ્મમાં શાહરૂખનો ફર્સ્‌ટ લૂક પણ શેર થયો હોવાનું મનાય છે.

Share This Article