પુજા બેદીની પુત્રી એલિયા હવે ફિલ્મમાં એન્ટ્રી કરશે

News KhabarPatri
By News KhabarPatri 2 Min Read

વિતેલા વર્ષોમાં કેટલીક ફિલ્મોમાં કામ કરી ચુકેલી પુજા બેદીની પુત્રી એલિયા પણ હવે બોલિવુડમાં એન્ટ્રી કરવા માટે તૈયાર છે. તે પોતાની એન્ટ્રીને લઇને તમામ તૈયારી કરી ચુકી છે. પુજા બેદીની ગણતરી સેક્સી સ્ટાર તરીકે કરવામાં આવતી હતી. અભિનેતા સેફ અલી ખાન સાથે તે એન્ટ્રી કરનાર છે. સેફના પ્રોડક્શન હાઉસ દ્વારા આ ફિલ્મનુ  નિર્માણ કરવામાં આવ્યુ છે.

જવાની જાનેમન નામની ફિલ્મ ૨૯મી નવેમ્બરના દિવસે રજૂ કરવામાં આવનાર છે. જેમાં એલિયા નજરે પડનાર છે. હેપ્પી એન્ડિંગ ફિલ્મના નિર્માણ બાદ સેફ અલી ખાને બીજી ફિલ્મ બનાવી છે. આ ફિલ્મ ૪૦ વર્ષની એક વ્યક્તિ ની પટકથા છે જેના પિતા સાથેના સંબંધને લઇને ફિલ્મની પટકથા તૈયાર રાખવામાં આવી છે.

પુત્રીની ભૂમિકા પુજા બેદીની પુત્રી અદા કરનાર છે. જ્યારે ૪૦ વર્ષીય વ્યક્તિ ની ભૂમિકા સેફ અલી ખાન અદા કરી રહ્યો છે. સેફ અલી ખાને માહિતી આપતા કહ્યુ છે કે પુજા બેદીની પુત્રી તમામ પ્રકારની કુશળતા ધરાવે છે.

તે તમામ પ્રકારની ટ્રેનિંગ પણ લઇ ચુકી છે. જય સેવાક્રમણી પહેલા પણ સેફ સાથે કામ કરી ચુક્યા છે. જે હવે જવાની જાનેમન ફિલ્મ પર કામ કરી રહ્યા છે. તેઓ નિર્દેશક તરીકે છે. રેસ અને રેસ-૨ ફિલ્મમાં તેઓ સેફ સાથે કામ કરી રહ્યા છે. આશરે ૫૦ ઉભરતી યુવતિના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેના આધાર પર આખરે બેદીની પસંદગી કરવામાં આવી હતી. જયે ત્યારબાદ સેફ સાથે વાત કરી હતી. માર્ચમાં શુટિંગ શરૂ કરવામાં આવ્યા બાદ તેની શુટિંગ હાલ ચાલી રહ્યુ છે. ફિલ્મમાં તબ્બુની પણ યાદગાર ભૂમિકા રહેલી છે.

Share This Article