આલિયાની ભૂલ કાઢ્યા બાદ અમિતાભે જ કર્યુ ભૂલનુ પુનરાવર્તન

News KhabarPatri
By News KhabarPatri 1 Min Read

બોલિવુડના શહેનશાહ અમિતાભ બચ્ચન સ્પેલિંગ મિસ્ટેક કાઢવા માટે જાણીતા છે. હાલમાં જ કંઇક એવુ થયુ કે અમિતાભ બચ્ચને પોતાની ભૂલ માટે માફી માંગવી પડી હતી.

અમિતાભ બચ્ચને હાલમાં જ એક ટ્વિટ કરી હતી. જેમાં તેમણે લખ્યુ હતું કે તેમની ફિલ્મ કાલા પત્થર વધુ એક વર્ષ જૂની થઇ ગઇ છે. સાથે જ અમિતાભે લખ્યુ હતુ કે કાલા પત્થરને 37 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે જ એક યુઝરે કમેન્ટ કરી હતી કે બચ્ચન સાહેબથી કદાચ ટાઇપિંગ મિસ્ટેક થઇ છે, કારણકે કાલા પત્થરને 37 નહી પરંતુ 39 વર્ષ થયા છે. બિગ બીએ તરત જ આ તેમની ટાઇપિંગ મિસ્ટેકને સુધારી હતી અને માફી પણ માંગી હતી.

થોડા સમય પહેલા બિગ બીએ આલિયા ભટ્ટની ટ્વિટર પર સ્પેલિંગ મિસ્ટેક બતાવી હતી. આલિયાએ અમિતાભ બચ્ચનની તારીફ કરતા QUES  શબ્દનો ઉપયોગ કર્યો હતો. ત્યારે અમિતાભે આલિયા ક્યુટ છે તેમ કહીને તેની તારીફ કરી હતી, બાદમાં તેને તેમ પણ કહ્યું હતુ કે તે CUES હોય છે QUES નહી. ત્યારે આલિયાએ જવાબ આપ્યો હતો કે, ઓહ ગોડ નોટ અગેઇન..!!

Share This Article