બદાયૂ : ઉત્તરપ્રદેશમાં બહુજન સમાજ પાર્ટી, સમાજવાદી પાર્ટી અને રાષ્ટ્રીય લોકદળના ગઠબંધને વધુ એક સંયુક્ત રેલી આજે યોજી હતી. બદાયૂમાં બીજી સંયુક્ત રેલીમાં મહાગઠબંધન દ્વારા શÂક્ત પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ ગાળા દરમિયાન બોલતા બસપના વડા માયાવતીએ ખુલ્લી રીતે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઉપર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે ગઠબંધનની સાથે અલી અને બજરંગબલી બંને રહેલા છે. બંનેની મદદથી ગઠબંધનને જીત મળી શકશે. અલી અને બજરંગબલી વાળા નિવેદનને લઈને યોગી આદિત્યનાથ ચુંટણી પંચે લાલ આંખ કર્યા બાદ ફરીવાર આવા શબ્દોનો ઉપયોગ નહીં કરવાની વાત કરી છે પરંતુ માયાવતી આજે પણ આ મુદ્દાને લઈને ચુંટણી પંચની નોટીસ છતાં આક્ષેપો જારી રાખ્યા હતા.
માયાવતીએ બદાયૂની રેલીમાં કહ્યું હતું કે ભીડને જાઈને લાગે છે કે નમો નમોવાળા લોકો જઈ રહ્યા છે અને જય ભીમ વાળા લોકો આવી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને આ બાબતને લઈને જવાબ આપવા માંગે છે. આ લોકોએ ગઠબંધનના સંબંધમાં ઈશારો કરતા કહ્યું છે કે તેમની પાસે અલી અને અમારી પાસે બજરંગબલી છે પરંતુ અમે કહેવા માંગીએ છીએ કે અમારા અલી પણ છે અને બજરંગબલી પણ છે. બંનેમાંથી કોઈપણ બહારના નથી. બંને અમારા છે. યોગી આદિત્યનાથના એવા નિવેદન ઉપર પ્રહાર કર્યા હતા જેમાં તેઓએ બજરંગબલીને દલિત તરીકે ગણાવ્યા હતા. અમને બજરંગબલીની જરૂર એટલા માટે વધારે છે કે બજરંગબલી પોતાની જાતિના છે એટલે કે દલિત છે. યોગીએ તેમની જાતિની શોધ કરી છે કે બજરંગબલી વનવાસી દલિત જાતિના છે. માયાવતીએ કહ્યું હતું કે તેઓ યોગીના આભારી છે કે અમારા વંશજન સંબંધમાં તેમની પાસે ખાસ માહિતી રહેલી છે.
અમારા માટે ખુશીની બાબત એ છે કે અમારી સાથે અલી પણ છે અને બજરંગબલી પણ છે. યોગીની પાર્ટીને અલ અને બજરંગબલીના મત પડશે નહીં. યોગી આદિત્યનાથે કહ્યું હતું કે જા કોંગ્રેસ, એનસીપી, સપા, બસપાનો અલી પર વિશ્વાસ છે તો અમને બજરંગબલીમાં વિશ્વાસ છે. યોગીએ દેવબંધમાં માયાવતીના ભાષણ તરફ ઈશારો કરતા આ પ્રકારની ટિપ્પણી કરી હતી. જેમાં માયાવતીએ સપા અને બસપા ગઠબંધનને મત આપવાની અપીલ કરી હતી. યોગીના નિવેદન બાદ ચુંટણી પંચે તેમને નોટિસ ફટકારી હતી. યોગીએ હવે જવાબ આપીને આવા નિવેદનથી દુર રહેવાની વાત પણ કરી છે.